(‘ચિત્રલેખા’ના ફિલ્મ મેગેઝિન ‘જી’ના ૧-૧૫ જુલાઈ, ૧૯૮૯ અંકમાં પ્રકાશિત સવાલ-જવાબની ‘પૂછપરછ’ કોલમમાંથી સાભાર)
અમિત વસંત નોતવાણી (જામનગર)
સવાલઃ વાસ્તવિક પતિ-પત્ની હોય એવા હીરો-હીરોઈને કઈ ફિલ્મોમાં કામ કર્યું હતું? જવાબઃ અલ નસીર-મીના શૌરી પતિ-પત્ની હતા. એમણે આરસી તથા પથ્થરોં કા સૌદાગર ફિલ્મોમાં કામ કરેલું. મીનાને છૂટાછેડા આપીને વીણાને બીવી બનાવ્યા બાદ અલ નસીર અને વીણા બોબી, અમરસિંહ રાઠોડમાં મિયાં-બીબી તરીકે ચમકેલાં. એ જ પ્રમાણે એ જમાનાનો હીરો નઝીર, પહેલાં સિતારાને પરણ્યો હતો. પછી એને તલ્લાક આપીને સ્વર્ણલતાને પરણ્યો હતો. સિતારા સાથે એણે કલયુગ અને સોસાયટી ફિલ્મોમાં કામ કર્યું હતું. સ્વર્ણલતા સાથે લૈલા મજનૂ, વામક અસરામાં કામ કર્યું હતું. મનોરમાએ જહુર રાજા સાથે લગ્ન કર્યાં હતા અને બંને જણ બાદલ ફિલ્મમાં ચમક્યાં હતાં. ત્યારબાદ મનોરમા છૂટાછેડા લઈને રાજન હક્સરને પરણી હતી અને ફુજીલા ફિલ્મમાં એની હીરોઈન બની હતી. બરુઆ-જમના (મુક્તિ), કુમાર-પ્રમિલા (નસીબ), શંભુ મિત્રા-તૃપ્તિ મિત્રા (ધરતી કે લાલ), બલરાજ સાહની-દમયંતી સાહની (ધરતી કે લાલ, ગુડિયા), અરુણ-નિર્મલા (ઘૂંઘટ), દેવ આનંદ-કલ્પના કાર્તિક (બાજી, ટેક્સી ડ્રાઈવર, હમસફર, આંધિયાં, મકાન નં-44, નૌ દો ગ્યારહ), કિશોરકુમાર-મધુબાલા (ચલતી કા નામ ગાડી, ઝૂમરુ, હાફ ટિકિટ), યોગીતા બાલી-મિથુન ચક્રવર્તિ (ખ્વાબ, ઉન્નીસ બીસ), જોની વોકર-નૂર (આરપાર), દિલીપ કુમાર-સાયરાબાનુ (ગોપી, સગીના, બૈરાગ, દુનિયા), શમ્મી કપૂર-ગીતા બાલી (કોફી હાઉસ, મિસ કોકા કોલા), પ્રેમનાથ-બીના રૉય (ઔરત, શગૂફા, ગોલકોંડા કા કૈદી, સમંદર, હમારા વતન), અમિતાભ બચ્ચન-જયા ભાદુરી-બચ્ચન (એક નઝર, બંસી બિરજુ, ઝંજીર, શોલે, ચુપકે ચુપકે, સિલસિલા, કભી ખુશી કભી ગમ), ધર્મેન્દ્ર-હેમા માલિની (નયા જમાના, શોલે, જુગ્નુ, આઝાદી, ચરસ વગેરે), રણધીર કપૂર-બબીતા (કલ આજ ઔર કલ), સી.પી. લોહાની-માલા સિન્હા (માઈતી ઘર), રિશી કપૂર-નીતુ સિંહ (રફૂચક્કર, ખેલ ખેલ મેં, અમર અકબર એન્થની વગેરે), રાજ બબ્બર-સ્મિતા પાટીલ (પેટ પ્યાર ઔર પાપ, આજ કી આવાઝ), રિતેશ-મૌસમી ચેટરજી (કચ્ચે ધાગે), વિનોદ મેહરા-બિંદીયા ગોસ્વામી (દર્દ, ખૂન પસીના), શત્રુઘ્ન સિન્હા-પૂનમ (સબક), કમલજીત-વહીદા રેહમાન (શગુન), રમેશ દેવ-સીમા (આનંદ વગેરે), રેખાનાં પિતા જેમિની ગણેશને સાવિત્રી સાથે અને ત્યારબાદ રેખાનાં માતા પુષ્પવલ્લી સાથે દક્ષિણ ભારતીય ફિલ્મોમાં, ઉત્તમ કુમાર-સુપ્રિયા ચૌધરીએ અનેક બંગાળી ફિલ્મોમાં કામ કર્યું હતું. |
(કિશોરકુમાર-મધુબાલાનાં ગીતોનો વિડિયો જુઓ…)
httpss://youtu.be/pE1JAV41t2k