નિલેશ ચશ્માવાલા (દ્વારકા)
જિતેન્દ્રએ હીરો બનતાં પહેલાં કેવા તબક્કા પસાર કર્યા હતા?
1959માં દિગ્દર્શક વી. શાંતારામની ફિલ્મ ‘નવરંગ’માં જિતેન્દ્ર એકસ્ટ્રા કલાકાર તરીકે પ્રથમ પસંદગી પામ્યા હતા. એ ફિલ્મમાં શાંતારામે જિતેન્દ્રને અભિનેત્રી સંધ્યાનાં ‘ડમી’ બનવા કહ્યું હતું. એ ફિલ્મના પાંચ વર્ષ બાદ શાંતારામે એમની નવી ફિલ્મ ‘ગીત ગાયા પથ્થરોંને’માં જિતેન્દ્રને હીરો તરીકે ચમકાવ્યા હતા. એમાં જિતેન્દ્રની હીરોઈન હતી શાંતારામની પુત્રી રાજશ્રી.
(‘ચિત્રલેખા’ ગ્રુપના ‘જી’ મેગેઝિનના ઓક્ટોબર-1992ના અંકમાંથી સાભાર)
|