કરીના-સૈફ બીજા પુત્રના માતા-પિતા બન્યાં

મુંબઈઃ ચાર વર્ષના તૈમુર અલી ખાનને નાનો ભાઈ મળ્યો છે. એની મમ્મી અને બોલીવૂડ અભિનેત્રી કરીના કપૂર-ખાને આજે સવારે અહીંની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો હતો. અભિનેતા સૈફ અલી ખાન અને કરીનાનું આ બીજું સંતાન છે. સૈફ-કરીનાએ 2012માં લગ્ન કર્યાં હતાં અને 2016ની 20 ડિસેમ્બરે તૈમુરનો જન્મ થયો હતો. પીઢ અભિનેતા અને કરીનાનાં પિતા રણધીર કપૂરે સમાચાર સંસ્થાને કહ્યું હતું કે કરીનાએ આજે સવારે લગભગ 9 વાગ્યે પુત્રને જન્મ આપ્યો હતો. સૈફે અલી ખાને સવારે જ સમાચાર આપ્યા હતા કે કરીના અને પુત્ર, બંનેની તબિયત સારી છે.

50-વર્ષીય સૈફ અલી ખાને આ પહેલાં અભિનેત્રી અમ્રિતાસિંહ સાથે લગ્ન કર્યા હતા. એનાથી તેને બે સંતાન થયાં છે – પુત્રી સારા અલી ખાન (25) અને પુત્ર ઈબ્રાહિમ અલી ખાન (19).

(તસવીરઃ કરીના કપૂર-ખાન ઈન્સ્ટાગ્રામ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]