પ્રતિક-તાપસી સાથે ચમકશે ‘વો લડકી હૈ કહાં?’માં

મુંબઈઃ નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂર નવી ફિલ્મ બનાવી રહ્યા છે – ‘વો લડકી હૈ કહાં?’. આ માટે તાપસી પન્નૂ અને પ્રતિક ગાંધીને સાઈન કરવામાં આવ્યાં છે. ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં જ શરૂ કરાશે. પ્રતિકની ‘સ્કેમ 1992’ વેબસિરીઝને દર્શકોએ ઘણી વખાણી છે. પ્રતિક આ પહેલી જ વાર બોલીવૂડની કોઈ ટોચની હિરોઈન સાથે ચમકશે. ફિલ્મનું દિગ્દર્શન અર્શદ સઈદ કરશે.

તાપસી આજે બોલીવૂડની વ્યસ્ત અભિનેત્રીઓમાંની એક ગણાય છે. ગયા વર્ષે એની બે ફિલ્મ રિલીઝ થઈ હતી. ‘વો લડકી હૈ કહાં’માં પોતાનું પાત્ર તાપસીને ખૂબ ગમી ગયું છે. પ્રતિક સાથે કામ કરવાનું મળશે એ બદલ પણ તાપસીએ આનંદ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે ‘‘સ્કેમ 1992’માં એના પરફોર્મન્સથી હું પ્રભાવિત થઈ છું.’ તાપસી હાલ ‘રશ્મી રોકેટ’, ‘લૂપ લપેટા’, ‘હસીન દિલરૂબા’, ‘દોબારા’ અને ‘શાબાશ મિથુ’ ફિલ્મોમાં પણ કામ કરી રહી છે. બીજી બાજુ, પ્રતિકે રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘અતિથી ભૂતો ભવ’ માટે મથુરામાં શૂટિંગ શરૂ કર્યું છે. એમાં હિરોઈન છે શર્મીન સેગલ અને જેકી શ્રોફની પણ મહત્ત્વની ભૂમિકા છે. હાર્દિક ગજ્જર નિર્મિત આ ફિલ્મ આ વર્ષના અંતભાગમાં રિલીઝ થશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]