બોલીવૂડ એક્ટર રણબીર કપૂરનો ખાસ બર્થડે, જાણો, કેમ?…

નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટર રણબીર કપૂર આજે 40મો બર્થડે ઊજવી રહ્યો છે. રણબીર કપૂરનો આ બર્થડે ખાસ છે. રણબીર કપૂર પરિવારની ચોથી પેઢીનો એક્ટર છે, જેણે તેની શાનદાર એક્ટિંગથી કરોડો લોકોનું દિલ જીત્યું છે. તે લગ્ન પછી પહેલો બર્થડે ઊજવી રહ્યો છે. આ બર્થડેને યાદગાર બનાવવા માટે તેણે ઘરમાં પાર્ટી રાખી છે. એ પાર્ટીમાં તેણે ફિલ્મજગતના ખાસ લોકોને આમંત્રણ આપ્યું છે.

આ પાર્ટીમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની નજીકના મનાતા ફિલ્મનિર્માતા કરણ જૌહર સામેલ થયો છે. કરણ જૌહર આલિયાને પોતાની પુત્રી માને છે અને તે પાર્ટીમાં સામેલ થવા ગયો છે.

આ બર્થડે સેલિબ્રેશનમાં રણબીરના ઘરે આલિયા ભટ્ટની બહેન શાહિન ભટ્ટને પણ આમંત્રિત કરવામાં આવી છે. તે આ યુગલથી ઘણી ક્લોઝ છે. આ ઉપરાંત ફિલ્મનિર્માતા રોહિત ધવન અને તેની પત્ની જાહ્નવી ધવન પણ આ બર્થડે સેલિબ્રેશનમાં જોડાયા છે. અયાન મુખરજી અને રણબીરની મિત્રતા જગજાહેર છે. બંને સારા મિત્રો છે. તેમનો સંબંધ સમયની સાથે પહેલાંથી વધુ મજબૂત થયો છે.

નીતુ કપૂર અને રણબીર- મા-પુત્રથી વધુ મિત્રતાવાળો સંબંધ શેર કર્યો છે. બંનેએ કેટલીય વાર તેનો ઉલ્લેખ પણ કર્યો છે. નીતુ કપૂરે લખ્યું છે કે આ વર્ષ અમારા માટે એક માઇલ સ્ટોન સાબિત થયું છે. તારા પપ્પાને મિસ કરી રહી છું. તેઓ સૌથી વધુ ખુશ થશે. મને વિશ્વાસ છે કે તેઓ ઉપરથી ઓર્કેસ્ટ્રા કરી રહ્યા હશે. હેપ્પી બર્થડે રાણા, તું મારું શક્તિઅસ્ત્ર છે.

રણબીર કપૂરનો આ જન્મદિવસ તેને માટે ખાસ છે, કેમ કે તેની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’એ અત્યાર સુધી રૂ. 400 કરોડનો બિઝનેસ કર્યો છે. એ સાથે તે બહુ જલદી પપ્પા બનવાનો છે.