બ્રહ્માસ્ત્ર ભાગ-2માં ઋતિક રોશનની એન્ટ્રી? જાણો…

મુંબઈઃ બોલીવૂડમાં બ્રહ્માસ્ત્ર પાર્ટ1: શિવા રિલીઝ થઈ છે, ત્યારથી ફેન્સ બ્રહ્માસ્ત્ર પાર્ટ 2: દેવમાં કયો એક્ટર કઈ ભૂમિકા ભજવવાનો એનો અંદાજ માંડી રહ્યા છે. ઋત્વિક રોશન બ્રહ્માસ્ત્ર પાર્ટ 2માં ભૂમિકા ભજવી હોવાની અફવા છે. જોકે હવે તેની પ્રતિક્રિયા સામે આવી છે. તેણે કહ્યું છે કે તે અયાન મુખરજીની ફેન્ટસી ટ્રાયલોજીના બીજા ભાગમાં દેખાય એવી શક્યતા છે.

બ્રહ્માસ્ત્ર ભાગ એકમાં રણબીર કપૂરે મુખ્ય ભૂમિકા શિવા અને આલિયા ભટ્ટે ઇશાની ભૂમિકા ભજવી હતી. અયાને બ્રહ્માસ્ત્ર ભાગ બે વિશે કહ્યું હતું કે તે વિરોધી દેવ પર તેનું ધ્યાન કેન્ડ્રિત કરતા ભૂતકાળ અને વર્તમાનની વચ્ચે સ્વિચ કરશે. જોકે ઋત્વિકે એ વાતની પુષ્ટિ નથી કરી કે તે દેવની ભૂમિકા ભજવી રહ્યો છે. તેણે કહ્યું હતું કે તે કોઈ ને કોઈ પ્રકારે આ પ્રોજેક્ટથી જોડાય એવી શક્યતા છે.

બીજી બાજુ ફાઇટરમાં ઋત્વિક રોશન સૌપ્રથમ વાર દીપિકા પાદુકોણની સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળશે. એ સિવાય અનિલ કપૂર પણ એ ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકામાં દેખાશે. આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદ ડિરેક્ટક્ટ કરશે. ઋત્વિક તેની આગામી ફિલ્મ વિક્રમ વેધાની રિલીઝની તૈયારી કરી રહ્યો છે, જે 30 સપ્ટેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થવાની છે. પુષ્કર અને ગાયત્રી દ્વારા નિર્દેશિત એક્શન ક્રાઇમ થ્રિલર ભારતીય લોકકથા વિક્રમ વેતાળ પર આધારિત છે.

આ સાથે બ્રહ્માસ્ત્ર ભાગ-2 વર્ષ 2025માં રિલીઝ  કરવાની યોજના છે, એમ અયાન મુખરજીએ જણાવ્યું હતું.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]