બિગબોસમાં સિદ્ધાર્થ-રશ્મિના ઝઘડા વચ્ચે આ એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો…

મુંબઈઃ બિગ બોસ સીઝન 13 માં સિદ્ધાર્થ શુક્લા અને રશ્મિ દેસાઈ વચ્ચે તકરાર સતત વધતી જઈ રહી છે. બિગ બોસ દ્વારા આપવામાં આવેલા એક ટાસ્કમાં સિદ્ધાર્થ શુક્લાએ રશ્મિને ડબલ ઢોલકી ગણાવી. સિદ્ધાર્થે કહ્યું કે શો માં રશ્મિ બોલે છે કંઈક અને કરે છે કંઈક. આ વાતને લઈને શોમાં ફરીથી સિદ્ધાર્થ અને રશ્મિ વચ્ચે જોર-શોરથી લડાઈ થઈ. બંન્ને વચ્ચે વિવાદને જોતા સીક્રેટ રુપમાં બેઠેલી શેફાલી જરીવાલા તહસીન પૂનાવાલા અને ખેસારી લાલ સાથે વાતમાં કહે છે કે આખરે સિદ્ધાર્થ અને રશ્મિ વચ્ચે કઈ એવી કંઈ વાત છે કે જે બહાર નથી આવી રહી. શૈફાલી જરીવાલા કહે છે કે તેમણે જેટલો શો જોયો છે તેમાં રશ્મિને લઈને સિદ્ધાર્થના મોઢેથી રશ્મિ માટે પીઠ પાછળ કરવામાં આવેલી કોઈ વાત નથી સાંભળી જ્યારે દેસાઈ હંમેશા તેને લઈને કંઈકને કંઈ બોલતી રહે છે. જરીવાલાએ કહ્યું કે રશ્મિ હંમેશા બોલે છે કે તે સિદ્ધાર્થ મામલે કંઈક એવું જાણે છે કે જે દુનિયાને નથી ખબર પરંતુ તે જણાવે તો આપણને પણ ખ્યાલ આવે.

આ વાર્તાલાપ દરમિયાન કાંટા લગા ફેમ એક્ટ્રેસ પૂનાવાલ ખેસારી લાલને જણાવે છે કે સિદ્ધાર્થને હું ખૂબ સારી રીતે ઓળખુ છું કારણ કે મેં એને ડેટ કર્યો છે. શેફાલી અનુસાર સિદ્ધાર્થને જેવો રશ્મિ શોમાં દર્શાવી રહી છે, તે તેવો છે નહી. એક રિપોર્ટ અનુસાર શેફાલી જરીવાલા પોતાના પહેલા લગ્ન પહેલા સિદ્ધાર્થ શુક્લાને ડેટ કરતી હતી. બંન્ને ઘણીવાર સાથે સમય વિતાવતા પણ દેખાયા હતા. જો કે આ સંબંધ લાંબો ન ચાલ્યો. બાદમાં શેફાલીએ મીત બ્રધર્સ ફેમ હરમીત સિંહ સાથે લગ્ન કરી લીધા હતા. બંન્નેના વર્ષ 2009 માં છુટ્ટાછેડા થયા હતા.

ત્યારબાદ વર્ષ 2014 માં શેફાલીએ જોધા અકબરમાં શરીફુદ્દીનનો રોલ પ્લે કરી ચૂકેલા પરાગ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્ન બહેલા બંન્ને ત્રણ વર્ષ સુધી લીવ ઈન રિલેશનશિપમાં રહી ચૂક્યા છે. બંન્ને નચ બલીયે 5 ના પ્રતિયોગી પણ રહી ચૂક્યા છે. ત્યારે જ પરાગે લાઈવ શોમાં શૈફાલીને પ્રપોઝ કર્યું હતું. પરાગે તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર પોતાની પત્ની માટે એક વીડિયો જાહેર કરીને પોતાના ફેન્સ પાસેથી સપોર્ટ માંગ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]