ગોવિંદાથી પહેલાં સુનીતા આહુજા કોરોના સંક્રમિત હતી

મુંબઈઃ બોલીવૂડ એક્ટર ગોવિંદાને કોવિડ-19નાં હળવાં લક્ષણો સાથે કોરોના સંક્રમિત થયો છે, એમ ગોવિંદાની પત્ની સુનીતા આહુજાએ રવિવારે ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે તેનો પતિ એક્ટર ગોવિંદા હાલમાં જુહુસ્થિત બંગલામાં હોમ ક્વોરોન્ટીન થયો છે, જ્યારે તેમનાં બાળકો, નર્મદા અને યશવર્ધન બંગલાની પાસે આવેલા તેમના ફ્લેટમાં રહી રહ્યાં છે. સુનીતાએ ખુલાસો કર્યો હતો કે ગોવિંદાથી પહેલાં તે ત્રણ સપ્તાહ પહેલાં કોરોના સંક્રમિત હતી.

સુનીતાએ કહ્યું હતું કે તે કોલકાતામાં કોરોના સંક્રમિત થઈ હતી. ગોવિંદા કોલકાતો ગયો ત્યારે તેણે પણ કોરોનાનાં લક્ષણો અનુભવ્યા હતા. મને લાગે છે કે હું કોલકાતામાં સંક્રમિત થઈ હતી. ગોવિંદા અને હું એક ચેનલના શોમાં ભાગ લેવા માટે ત્યાં ગયાં હતાં. અમારા ફોટો લેવા માટે ઘણા લોકો ત્યાં એકઠા થયા હતા. લોકો અમારી પાસે બહુ આવી ગયા હતા. એ પછી હું મુંબઈ આવતાં મેં કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં મારો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે હવે હું ઠીક છું, એમ તેણે કહ્યું હતું.

જોકે ગોવિંદાએ હાલમાં કોરોનાનું પરીક્ષણ કરાવ્યું હતું, જેમાં તે કોરોના સંક્રમિત થયો હતો. તે ગંધ અને સ્વાદ નહીં અનુભવતાં અને તેને શરીરમાં દર્દનો અનુભવ થતો હતો. તેને શરદીનાં લક્ષણો હતાં. જોકે તેનો ખોરાક ઘટ્યો નહોતો. તેને શરદીનાં લક્ષણો હોવાથી અમે તેનો કોરોનાનો ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું હતું. જોકે તેને કોઈ તાવ નહોતો આવ્યો. તે ઠીક છે.

ગોવિંદા પહેલાં બોલીવૂડના અનેક એક્ટર અને એક્ટ્રેસિસ કોરોના સંક્રમિત થયા છે.