મુંબઈ – પોતે જેમાં ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહની ભૂમિકા ભજવી છે તે અભિનેતા અનપુમ ખેરે એમની નવી હિન્દી ફિલ્મ ‘ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’નું ટ્રેલર યૂટ્યૂબ પરથી ગાયબ થઈ જતા ગુસ્સો વ્યક્ત કર્યો છે.
ખેરે ટ્વીટ કર્યું છે કે ‘ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ ફિલ્મું ટ્રેલર યૂટ્યૂબ પર આસાનીથી ઉપલબ્ધ નથી.
અનુપમ ખેરે ટ્વિટર મારફત યૂટ્યૂબ ઈન્ડિયા સમક્ષ પોતાની ચિંતા રજૂ કરી છે. એમણે ફરિયાદ કરી છે કે મને મારા પ્રશંસકો મારફત ટ્વિટર પર જાણકારી મળી કે ‘ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ ટ્રેલપર યૂટ્યૂબ પર ઉપલબ્ધ નથી.
ખેરે એમ પણ કહ્યું કે આ ટ્રેલર ટ્રેન્ડિંગમાં 50મા સ્થાને હતું.
ઉલ્લેખનીય છે કે, અમે પણ યૂટ્યૂબના પહેલા પેજ પર સર્ફિંગ કર્યું તો ‘ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’નું ટ્રેલર જોવા મળ્યું નહોતું. પેજ પર આ ફિલ્મને લગતા અનેક ઈન્ટરવ્યૂવાળા વિડિયો જોઈ શકાય છે, પણ ફિલ્મનું ટ્રેલર જોવા મળ્યું નહીં.
ધારો કે તમે ‘The Accidental Prime Minister’ official trailer’ ટાઈપ કરો તો જ એ ટોપમાં જોવા મળે છે.
‘ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ ફિલ્મ આવતી 11 જાન્યુઆરીએ રિલીઝ કરવાનું નિર્ધારિત છે.
ફિલ્મમાં અનુપમ ખેર ઉપરાંત અક્ષય ખન્નાએ સંજય બારુ, જર્મનીમાં જન્મેલાં અભિનેત્રી સુઝેન બર્નર્ટે સોનિયા ગાંધી અને અર્જુન માથુરે રાહુલ ગાંધીનું પાત્ર ભજવ્યું છે.