બીગ બી એ શાં માટે કર્યા આ બાળકીના વખાણ?

મુંબઈઃ મહાનાયક અમિતાભ બચ્ચન ફિલ્મી અને ટીવીની દુનિયાની સાથે જ સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. પોતાના વિચારો, કવિતાઓ, ફોટો અને વીડિયો પણ તેઓ શેર કરતા રહે છે. તાજેતરમાં જ તેમણે એક નાની બાળકીનો વીડિયો શેર કર્યો છે, જેને થોડા જ સમયમાં ધમાલ મચાવી દીધી છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક નાનકડી છોકરીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેના પર અમિતાભ બચ્ચને રિએક્ટ કર્યું છે.

જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચન હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે પણ ટ્વિટર પર એક્ટિવ હતા. ત્યારે આ વખતે બિગ બીએ એક નાનકડી છોકરીનો વિડીયો શેર કર્યો છે. બાળકીનો વિડીયો ટ્વિટ કરતાં અમિતાભે લખ્યું, “વાહ શું વાત છે”. સાથે જ તેમણે હસવાવાળી સ્માઈલી પોસ્ટ કરી છે.

આ વિડીયોમાં નાનકડી છોકરી રેલવે સ્ટેશન પર ઊભેલી જોવા મળે છે. તે પંજાબી ગીત ‘છોટી છોટી બાત પે તૂ મૂંહ ના ફુલાયા કર’ પર એક્ટિંગ કરતી જોવા મળે છે. આ વિડીયોએ અમિતાભ બચ્ચનનું પણ ધ્યાન ખેંચ્યું. છોકરીના ક્યૂટ એક્સપ્રેશન દિલ જીતી લે તેવા છે.