ટીકટોક પર જામ્યો મલાઈકાના બર્થ-ડેનો જલસો

મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરા છ વર્ષ પછી મુંબઇમાં જન્મદિવસ મનાવી રહી છે. દર વર્ષે પોતાના જન્મદિવસે લગભગ બહાર રહેતી આ અભિનેત્રી આ વખતે મુંબઇમાં જ જન્મદિવસ ઉજવી રહી હોવાથી તેના મિત્રો અને ચાહકોમાં પણ ઉત્સાહ હતો અને આ ઉત્સાહ સોશ્યલ મિડીયામાં પણ જોવા મળ્યો હતો.

બોલીવુડ ડીવા 44 વર્ષની થઈ છે.

મલાઇકા ક્યારેક પોતાનો જન્મ દિવસ વિદેશોમાં રજાઓ પસાર કરીને તો ક્યારેક પોતાના પરિવાર અને મિત્રો સાથે મનાવે છે. ક્યારેક તે પોતાના બર્થ-ડે ના દિવસે પણ કામ કરે છે. મલાઈકાના બર્થ-ડે ને લઈને તેમના કેટલાક ટિકટોક વીડિયોઝ અત્યારે માર્કેટમાં ધૂમ મચાવી રહ્યા છે. તેમના આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]