એક્શન-થ્રીલર ‘ઓમ’નું ટીઝરઃ આદિત્ય રોય-કપૂર પાવર-પેક્ડ રોલમાં

મુંબઈઃ આદિત્ય રોય કપૂરને ધમાકેદાર ભૂમિકામાં ચમકાવતી આગામી નવી એક્શન ફિલ્મ ‘ઓમઃ ધ બેટલ વિધિન’નું પહેલું ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં સંજના સાંઘી (‘દિલ બેચારા’ ફેમ)ની પણ મુખ્ય ભૂમિકા છે, પરંતુ ટીઝરમાં એને દર્શાવવામાં આવી નથી.

જાણીતા એક્શન-ડાયરેક્ટર ટીનુ વર્માના પુત્ર કપિલ વર્માએ ‘ઓમ’ ફિલ્મ બનાવી છે, જે આ વર્ષની 1 જુલાઈએ થિયેટરોમાં રિલીઝ થશે. ટીઝરમાં આદિત્ય એક જહાજ પર મારામારી કરતા કમાન્ડોનાં વેશમાં દેખાય છે. એ કેટલાક શખ્સોને લાત મારે છે, મુક્કા મારે છે. એનો સ્વર સંભળાય છે: ‘એક લડાઈ કો જીતને કે લિયે ઉસસે કઈ બાર લડના પડતા હૈ’. ટીઝરમાં આદિત્યને પેરાગ્લાઈડિંગ સહિત અનેક સ્ટન્ટ કરતો બતાવાયો છે. એક હેલિકોપ્ટર ક્રેશ અને વિસ્ફોટો પણ ટીઝરમાં જોઈ શકાય છે. આદિત્યને એક હેવી મશીનગનમાંથી ફાયરિંગ કરતો પણ જોઈ શકાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]