સુપ્રીમ કોર્ટની કડકાઈ બાદ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા સોંપ્યો હતો. હવે ચૂંટણી પંચે પોતાની વેબસાઈટ પર SBI તરફથી ઈલેક્ટોરલ બોન્ડ સાથે જોડાયેલી માહિતી અપલોડ કરી છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ આવતીકાલે ઈલેક્ટોરલ બોન્ડ કેસની સુનાવણી કરશે. ભારતના ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં એસસી દ્વારા 11 માર્ચે આપેલા આદેશમાં સુધારો કરવાની માંગ કરવામાં આવી છે. અરજી 11 માર્ચના આદેશના ઓપરેટિવ ભાગમાં કેટલીક સ્પષ્ટતાઓ/સુધારાઓ માંગે છે. જો કે, કયા સુધારાની માંગણી કરવામાં આવી છે તે હજુ જાણવા મળ્યું નથી.
STORY | EC makes public data on electoral bonds
READ: https://t.co/4n2IgkOgvD pic.twitter.com/rU8RpEK8wQ
— Press Trust of India (@PTI_News) March 14, 2024
અરજીમાં 12 એપ્રિલ, 2019 અને નવેમ્બર 02, 2023ના આદેશો અનુસાર ચૂંટણી પંચ દ્વારા સીલબંધ પરબિડીયાઓમાં/બોક્સમાં SC સમક્ષ રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો/ડેટા/માહિતી પ્રકાશિત કરવા માટે પણ નિર્દેશ માંગવામાં આવ્યો છે. ચૂંટણી પંચ દ્વારા તેની વેબસાઈટ પર શેર કરવામાં આવેલા ડેટામાં 12 એપ્રિલ, 2019થી 1,000 રૂપિયાથી લઈને 1 કરોડ રૂપિયા સુધીના ઈલેક્ટોરલ બોન્ડની ખરીદી વિશે માહિતી આપવામાં આવી છે (આ બોન્ડ હવે સમાપ્ત થઈ ગયા છે). તે કંપનીઓ અને વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલી ખરીદી દર્શાવે છે. ચૂંટણી બોન્ડની માહિતીને સાર્વજનિક બનાવવાના સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરીને, SBIએ મંગળવારે સાંજે હવે સમાપ્ત થયેલા ચૂંટણી બોન્ડ્સ ખરીદનાર સંસ્થાઓની વિગતો અને રાજકીય પક્ષોએ તેમને પ્રાપ્ત કર્યા હતા.
DMK, JDS, NCP, Trinamool Congress, JDU, RJD, AAP, SP also received donations through electoral bonds: Data released by EC
— Press Trust of India (@PTI_News) March 14, 2024
ચૂંટણી પંચ દ્વારા શેર કરવામાં આવેલા ડેટામાં જાણવા મળ્યું છે કે ચૂંટણી બોન્ડ દ્વારા ચૂંટણી દાન મેળવનારાઓમાં ભાજપ, કોંગ્રેસ, AIADMK, BRS, શિવસેના, TDP, YSR કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષોનો સમાવેશ થાય છે. ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને દાન આપનારાઓની યાદીમાં ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, મેઘા એન્જિનિયરિંગ, પિરામલ એન્ટરપ્રાઈઝ, ટોરેન્ટ પાવર, ભારતી એરટેલ, ડીએલએફ કોમર્શિયલ ડેવલપર્સ, વેદાંત લિમિટેડ, એપોલો ટાયર્સ, લક્ષ્મી મિત્તલ, એડલવાઈસ, પીવીઆર, કેવેન્ટર, સુલા વાઈન્સનો સમાવેશ થાય છે.