દિવાળીના તહેવારને લઈને રાજ્યના લાખો વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે મોટા સમાચાર આવ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.
જો કે, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટે વેકેશનની તારીખોમાં થોડો તફાવત રાખવામાં આવ્યો છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વેકેશનની શરુઆત 16 ઑક્ટોબરથી થશે અને તે 5 નવેમ્બર સુધી ચાલશે. જ્યારે પ્રાથમિક વિભાગમાં વેકેશન 17 ઑક્ટોબરથી શરુ થશે અને 6 નવેમ્બર સુધી રહેશે.
