ચેન્નઈ કોન્સર્ટ પહેલા એડ શીરને એ.આર. રહેમાન સાથે કરી મુલાકાત

મુંબઈ: બ્રિટિશ ગાયક એડ શીરન ગુરુવારે ચેન્નાઈના YMCA ગ્રાઉન્ડ્સ ખાતે પોતાનો મ્યુઝિક કોન્સર્ટ કરશે. આ કોન્સર્ટ પહેલા તેણે ગાયક-સંગીતકાર એ.આર. રહેમાન અને તેમના પુત્ર એ.આર.અમીન સાથે મુલાકાત કરી હતી. એ.આર. રહેમાને આ મુલાકાતની તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

રહેમાનના પુત્ર અમીને મંગળવારે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર શીરન અને રહેમાન સાથેની ઘણી તસવીરો શેર કરી. એક ફોટામાં શીરનને રહેમાન અને અમીન સાથે પોઝ આપતો જોઈ શકાય છે. બીજા ફોટામાં બ્રિટિશ ગાયક એડ શીરન અને રહેમાન એક મ્યુઝિક સ્ટુડિયોમાં જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by “A.R.Ameen” (@arrameen)

કોલેજના વિદ્યાર્થીઓ સાથે ગીત ગાયું
એડ શીરને તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તે રહેમાનની કેએમ કોલેજ ઓફ મ્યુઝિક એન્ડ ટેકનોલોજીના વિદ્યાર્થીઓ સાથે તેનું ગીત ‘પરફેક્ટ’ ગાતો જોવા મળે છે. વિદ્યાર્થીઓ પણ તેમની સાથે આ ગીત ગાય છે. એડ શીરને આ વીડિયો સાથે કેપ્શન પણ લખ્યું છે,’આજે ચેન્નાઈમાં સિંગર્સની ટોળકી સાથે ગીત ગાયું.’

છેલ્લે જ્યારે એડ શીરન હૈદરાબાદમાં હતો, ત્યારે પણ તેણે આ શહેરનો પ્રવાસ કર્યો હતો. આ સમયે પણ તે ચેન્નઈ શહેરના પ્રવાસનો આનંદ માણી રહ્યો છે. તે ચેન્નાઈમાં માથાની માલિશ કરાવતો પણ જોવા મળ્યો હતો. ગાયકે આ વીડિયો પણ શેર કર્યો છે. એડ શીરન ટૂંક સમયમાં દિલ્હી-એનસીઆરમાં પણ એક કોન્સર્ટ કરશે. ગાયકનો સંગીત કાર્યક્રમ 15 ફેબ્રુઆરીએ દિલ્હી-એનસીઆરમાં યોજાશે, આ સાથે તેમનો સંગીત પ્રવાસ પણ સમાપ્ત થશે.