નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ સમાજવાદી પાર્ટીના નેતા અને ચિલ્લુપારના ભૂતપૂર્વ વિધાનસભ્ય વિનય શંકર તિવારીથી જોડાયેલા આશરે 10 સ્થળો પર એકસાથે દરોડા પાડ્યા છે, જેમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) લખનઉ, ગોરખપુર, નોએડા, મહારાજગંજ અને મુંબઈમાં સપા નેતા વિનય શંકર તિવારીની ઓફિસ પર દરોડા પાડી રહી છે. આ કાર્યવાહી વિનય શંકર તિવારી સાથે જોડાયેલ ગંગોત્રી એન્ટરપ્રાઈઝ પ્રાઈવેટ લિમિટેડ અને તેની સંબંધિત કંપનીઓની ઓફિસ પર કરવામાં આવી રહી છે. તેઓ દિવંગત હરિશંકર તિવારીના પુત્ર છે. તેઓ ચિલ્લુપાર વિધાનસભા ક્ષેત્રમાંથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
બેન્ક ઓફ ઈન્ડિયા સહિત ઘણી બેન્કોએ ગંગોત્રી એન્ટરપ્રાઈઝ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે અને કાર્યવાહીની માગ કરી છે. આ ફરિયાદમાં બેન્ક લોનનું અન્યત્ર રોકાણ કરીને ગેરરીતિ આચરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલામાં CBIએ પહેલા કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી, ત્યાર બાદ હવે EDએ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ નોંધીને તપાસ તેજ કરી છે.
ભૂતપૂર્વ ધારાસભ્ય વિનય શંકર તિવારી ગંગોત્રી એન્ટરપ્રાઈઝ નામની કંપની ચલાવે છે. વિનય શંકર તિવારી અને તેની કંપની પર થોડાં વર્ષો પહેલા આ કંપની માટે સાત બેન્કો પાસેથી લગભગ 1129 કરોડ રૂપિયાની લોન લેવાનો અને બાદમાં તે જ બેન્કો સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે. તેથી આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તપાસ એજન્સીએ ગયા વર્ષે ED પાસેથી આ કેસ સંભાળ્યા બાદ હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
તપાસ એજન્સીના સૂત્રોનું કહેવું છે કે ગયા વર્ષે આ જ કેસમાં તપાસ એજન્સીની લખનઉ ઝોનની ટીમ દ્વારા 72 કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક જંગમ મિલકતો જપ્ત કરવામાં આવી હતી.
