પૃથ્વીનું MRI સ્કેનર છે NISAR: કુદરતી આફતોની પહેલેથી મળશે ચેતવણી

નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારી દ્વારા 30 જુલાઈ, 2025એ એક ઐતિહાસિક મિશન શરૂ થયું છે. NISAR  (નાસા-ઇસરો સિન્થેટિક એપર્ચર રડાર) સેટેલાઈટ- જેને પૃથ્વીનું MRI સ્કેનર કહેવામાં આવી રહ્યું છે, આજે શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી લોન્ચ થશે.

આ સેટેલાઈટ ભૂકંપ, સુનામી, જ્વાળામુખી અને ભૂસ્ખલન જેવી કુદરતી આફતોની પહેલેથી ચેતવણી આપશે. તેને ભારતની ઇસરો (ISRO) અને અમેરિકાની નાસા (NASA) એ મળીને તૈયાર કર્યું છે. આ વિશ્વનું પહેલું એવું સેટેલાઈટ છે, જે બે રડાર ફ્રીક્વન્સી (L-બેન્ડ અને S-બેન્ડ)નો ઉપયોગ કરીને પૃથ્વીની સપાટીને સ્કેન કરશે.

NISAR મિશન શું છે?

NISAR એ એક લો અર્થ ઓર્બિટ (LEO) સેટેલાઈટ છે, જેને નાસા અને ઇસરોએ મળીને તૈયાર કર્યું છે. તેનું સંપૂર્ણ નામ છે NASA-ISRO Synthetic Aperture Radar. આ પૃથ્વીની સપાટી, હિમખંડો અને જંગલોની સ્કેન કરવા માટે બનાવાયું છે. તેને “પૃથ્વીનું MRI સ્કેનર” એ કારણે કહેવામાં આવે છે, કારણ કે તે પૃથ્વીની સપાટી પર થતા બહુ જ બારીક  ફોટા લઈ શકે છે, જેવી રીતે ડોક્ટર કોઈના શરીરનું MRI કરીને નાની વિગતો જુએ છે.

આ સેટેલાઈટ દર 12 દિવસે પૃથ્વીને સંપૂર્ણ રીતે સ્કેન કરશે અને કુદરતી આફતો જેવી કે ભૂકંપ, સુનામી, જ્વાળામુખી અને ભૂસ્ખલનની આગાહી કરવામાં મદદરૂપ બનશે. આ મિશનની કુલ કિંમત ₹13,000 કરોડ (અંદાજે 1.5 બિલિયન ડૉલર) છે, જેમાં ઇસરોનો હિસ્સો રૂ. 788 કરોડ છે. આ સેટેલાઈટનો ડેટા વૈજ્ઞાનિકો, સરકારો અને સામાન્ય લોકો માટે મફતમાં ઉપલબ્ધ થશે.