નવી દિલ્હીઃ દિલ્હી-NCRમાં દિવાળીના દિવસે હવામાનની સ્થિતિ ચિંતાજનક છે. દિલ્હી-NCRનું હવાનું ગુણવત્તા સ્તર ‘ગંભીર’ છે. દિલ્હીની હવા ‘ખરાબ’ શ્રેણીમાં નોંધાઈ છે. સૌથી ખરાબ સ્થિતિ આનંદ વિહાર વિસ્તારમાં છે, જ્યાં AQI 417 સુધી પહોંચી ગયો છે, જે ‘ગંભીર’ કેટેગરીમાં આવે છે. આ સાથે જ ગાઝિયાબાદના વિજયનગરમાં AQI 348, નોઈડામાં 341 અને નોઈડા સેક્ટર-1માં 344 નોંધાયો છે, જે બધાં ‘ખૂબ ખરાબ’ શ્રેણીમાં આવે છે, એમ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)નો અહેવાલ કહે છે.
દિલ્હી-NCRમાં હાલમાં “સવારે ગરમી અને રાત્રે ઠંડી” જેવી પરિસ્થિતિ છે. જોકે સાંજ બાદ તાપમાન ઘટશે અને ઠંડી વધવાની શક્યતા છે. પવનની ગતિ આશરે આઠ કિમી પ્રતિ કલાક રહેશે.દિવાળી બાદનું હવામાન અનુમાન
હવામાન વિભાગ મુજબ ધુમ્મસ ફક્ત 21 ઓક્ટોબર સુધી જ રહેશે. 22 ઓક્ટોબરથી હવામાન ફરીથી સ્વચ્છ થઈ જશે અને 25 ઓક્ટોબર સુધી સવારે બાદ ફક્ત હળવું ધુમ્મસ રહેશે. દિવસના તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં આવે, પરંતુ રાત્રે તાપમાનમાં એકથી 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. 21 ઓક્ટોબરે હિમાલયી વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષોપ (Western Disturbance) સક્રિય થશે, પરંતુ તેનો દિલ્હી-એનસીઆર પર કેટલો પ્રભાવ પડશે તે હજી સ્પષ્ટ નથી.
પ્રદૂષણ નિયંત્રણ માટે કડક પગલાં
GRAP-II હેઠળ પ્રદૂષણ ઘટાડવા માટે અનેક કડક પગલાં લેવામાં આવ્યાં છે. GRAP-II હેઠળ બાંધકામ અને તોડફોડ સ્થળોની કડક તપાસ થશે.
સ્વચ્છ પરિવહન પ્રોત્સાહિત કરવા માટે જાહેર પરિવહન સેવાઓમાં વધારો કરવામાં આવશે, જેમાં વધારાની CNG અને ઇલેક્ટ્રિક બસો ઉમેરાશે અને મેટ્રો સેવાઓમાં પણ વધારાશે.શિયાળામાં બાયોમાસ અને ઘન કચરો ખુલ્લા મેદાનમાં સળગાવવાનો પ્રતિબંધ રહેશે. આને અટકાવવા માટે રહેણાક સંસ્થાઓ (RWA)ને તેમના કર્મચારીઓને ઇલેક્ટ્રિક હીટર ઉપલબ્ધ કરાવવાની ફરજ પડશે.
