આ વર્ષે દિવાળીની ઉજવણીને લઈને ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટના દેશમાં લીધેલા નિર્દેશોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વિદેશી તથા ચાઈનીઝ બનાવટના ફટાકડાં પર સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કર્યો છે. સાથે જ જાહેર સ્થળોએ ફટાકડા ફોડવા પર પણ મનાઈ કરવામાં આવી છે અને આ સંદર્ભે રાજ્ય સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે.
આ દિવાળી દરમ્યાન રાજ્યમાં ચાઈનીઝ સહિતના વિદેશી ફટાકડાના વેચાણ અને આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશને આધારે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. ખાસ કરીને ભારે અવાજવાળા અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા ફટાકડા પર કડક પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે જાહેર સ્થળોએ ફટાકડા ફોડવા માટે માર્ગદર્શિકા પણ બહાર પાડી છે. નવી ગાઈડલાઇન અનુસાર, લોકો ફક્ત રાત્રે 8થી 10 વાગ્યા વચ્ચે જ ફટાકડા ફોડી શકશે.
દિવાળી તહેવારને લઈને ગૃહ વિભાગ દ્વારા જાહેરમાં ફટાકડા ફોડવા સંબંધિત મહત્વપૂર્ણ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના આદેશને આધારે ફટાકડા ફોડવાની સમયસીમા નક્કી કરવામાં આવી છે. નવી સૂચનાઓ મુજબ, ફટાકડા ફક્ત રાત્રે 8 થી 10 વાગ્યા વચ્ચે જ ફોડી શકાશે. પર્યાવરણને ધ્યાનમાં રાખીને વધુ અવાજ કરતા ફટાકડાં પર સ્પષ્ટ પ્રતિબંધ મૂકાયો છે. ઉપરાંત, ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર પણ ફટાકડાંના વેચાણ પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે, જેથી કોઈ પણ પ્રકારે અનિયમિત રીતે ફટાકડાં વેચાવા ન જાય.
