અરવિંદ કેજરીવાલે ‘સ્કૂલ ઓફ એમિનન્સ’ના ઉદ્ઘાટન સમારોહમાં કહ્યું કે, અમે દિલ્હીની શાળાઓને ઉત્તમ બનાવી છે. મને ખુશી છે કે દિલ્હી બાદ હવે ભગવંત માનની પંજાબ સરકારે પંજાબમાં એ જ શિક્ષણ ક્રાંતિ શરૂ કરી છે. અમૃતસરની કોઈપણ ખાનગી શાળામાં આવી સુવિધા નથી જે અહીં આપવામાં આવી રહી છે, આજે પ્રથમ શાળા બનાવવામાં આવી છે, પંજાબની દરેક સરકારી શાળાને આ રીતે બનાવવામાં આવશે. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે સરકારી શાળાઓની 30 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા બાળકોને મફત બસ સેવા મળશે.