ગુજરાતના આ જિલ્લાને સૌથી વધુ અસર કરશે બિપોરજોય વાવાઝોડુ

સુરત શહેરમાં વાવાઝોડાને લઇ તંત્ર એલર્ટ મોડ પર છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેસરને લઇ દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની આફતને લઈ તંત્ર તૈયાર છે. 9,10 તારીખે દક્ષિણ ગુજરાતને વાવાઝોડુ ટકરાવવાની શક્યતાને લઈ સુરત જિલ્લાના ત્રણ તાલુકાના 42 ગામો એલર્ટ કરાયા છે.

આવનાર 9-10 તારીખે દક્ષિણ ગુજરાતને વાવાઝોડું ટકરાય તેવી શક્યતા

અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને લઇ વધુ એક વાવાઝોડુ દક્ષિણ ગુજરાતને ટકરાશે તેવી પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. આવનાર 9-10 તારીખે દક્ષિણ ગુજરાતને વાવાઝોડું ટકરાય તેવી શક્યતા છે જેને લઇ ડિઝાસ્ટર તંત્ર એલર્ટ પર મુકાઈ ગયું છે. સુરત જિલ્લાના દરિયાઈ કાંઠા વિસ્તારમાં આવેલા 42 ગામોને એલર્ટ કરી દેવાયા છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે વધુ એક વાવાઝોડુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ટકરાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. તોકતે બાદ આ વખતે સર્જાયેલ વાવાઝોડાને બિપોરજોય નામ આપ્યું છે.

સુરત ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર આગમચેતી તૈયારીઓમાં લાગ્યું

બિપોરજોય વાવાઝોડાને લઈ સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતનું તંત્ર એલર્ટ મોડ પર જોવા મળ્યું છે. સુરત ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર આગમચેતી તૈયારીઓમાં લાગી ચૂક્યું છે. આવનાર નવ અને 10 તારીખે દક્ષિણ ગુજરાતને વાવાઝોડાની અસર વર્તાશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. જેને લઇ દરિયાઈ વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવાયા છે. વાવાઝોડાની શક્યતાને લઇ ઇન્ચાર્જ કલેક્ટર બીકે વસાવાએ જણાવ્યું હતું કે વાવાઝોડાની શક્યતાને લઇ મેનેજમેન્ટ તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી કરી દેવાય છે. તંત્ર દ્વારા વિશેષ 24 કલાક કાર્યરત અલાઈદો કંટ્રોલરૂમ તૈયાર કરાયો છે. તેના માધ્યમથી વાવાઝોડાની તમામ અપડેટ માહિતી મેળવવામાં આવી રહી છે.

ત્રણ તાલુકાના વાવાઝોડાની અસર વર્તાવાની શક્યતા

આ ઉપરાંત સુરત જિલ્લાના ત્રણ તાલુકાના વાવાઝોડાની અસર વર્તાવાની શક્યતા છે. દરિયાઈ કાંઠા વિસ્તારમાં આવેલા ચોર્યાસી, મજુરા અને ઓલપાડ તાલુકાના 42 ગામોને અસર થવાની શક્યતા છે જેને લઇ આ તમામ ગામો ને એલર્ટ કરી દેવાયા છે. અને જરૂરી સૂચનો અને માહિતી આપવામાં આવી છે.દરિયાઈ વિસ્તારની નજીક આવેલા અસરગ્રસ્ત થઈ શકે તેવા 42 ગામો પર તંત્રની ખાસ નજર રાખવામાં આવી છે. અલાઇદા વ્યવસ્થાના ભાગરૂપે તંત્ર દ્વારા જો આ ગામોમાં લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડે તો તે માટે પણ જુદા જુદા સેન્ટર હોમ નિર્માણ કરવાની તૈયારી કરી દીધી છે. તે ઉપરાંત કામરેજ ખાતે એક sdrfની ટીમ સ્ટેન્ડ બાય છે. તેમ છતાં વધુ તેમની જરૂર પડશે તો એનડીઆરએફની ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

અફવાઓથી સચિત રહેવા લોકોને અપીલ કરી

ઇન્ચાર્જ કલેક્ટર બીકે વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે વાવાઝોડાની શક્યતાને લઇ માછીમારોને દરિયો ખેડવા ન જવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત જે માછીમારો દરિયો ખેડવા ગયા છે તેમને ઝડપથી પરત બોલાવી લેવામાં આવે તે પ્રકારની સૂચના આપી દેવામાં આવી છે. વધુમાં જણાવ્યું હતું કે 9 અને 10 તારીખે સુરત સહીત દક્ષિણ ગુજરાતમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હાલ જોવા મળી રહી છે. ઇન્ચાર્જ કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે વાવાઝોડાને લઇ તંત્ર તમામ રીતે એલર્ટ પર છે. ત્યારે લોકોએ કોઈપણ પ્રકારની અફવાઓમાં ગેરમાર્ગે દોરવાની જરૂર નથી. સમય અંતરે સમાચાર માધ્યમો અને સરકારની સૂચનાઓ પર ધ્યાન આપવામા આવે. અને સોશિયલ મીડિયામાં ખોટી માહિતી અને અફવાઓથી સચિત રહેવા લોકોને અપીલ કરી છે.