નવી દિલ્હીઃ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની (NBFC) ક્રેડિફિન લિમિટેડે (ભૂતપૂર્વ નામ PHF લીઝિંગ લિમિટેડs) ઓગસ્ટ 2025થી ગુજરાતમાં કામગીરીનો પ્રારંભ કરવાની જાહેરાત કરી છે. કંપનીની કામગીરી હવે દેશનાં 14 રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કાર્યરત છે. કંપની મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયામાં લિસ્ટેડ છે અને કંપની મુખ્ય મથક જલંધરમાં અને કોર્પોરેટ ઓફિસ દિલ્હી-NCRમાં છે. કંપની 1998થી RBIમાં NBFC હેઠળ રજિસ્ટર્ડ છે.
કંપની ગુજરાતમાં સૌથી ઝડપી વિકસતી વર્ટિકલ – ઈલેક્ટ્રિક વાહન લોન (EV લોન) – જેમાં ઈ-રિક્શા, ઈ-લોડર્સ અને ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સ સામેલ છે, તેનો સંપૂર્ણ પોર્ટફોલિયો ઉપલબ્ધ કરાવશે. શરૂઆતમાં કંપની અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત અને વડોદરા આ પાંચ શહેરોમાં કામગીરી શરૂ કરશે.
કંપની ગ્રાહકોને મિલકતના સામે હોમ લોન (LAP) અને મુખ્યત્વે ઈ-રિક્શા, ઈ-લોડર અને ઈવી-ટૂ-વ્હીલર્સ જેવાં ઈલેક્ટ્રિક વાહનોનું ફાઇનાન્સિંગ કરશે કંપની લોજિસ્ટિક્સ સહિત વિવિધ ક્ષેત્રોમાં માલસામાનની ડિલિવરી પહોંચાડવા અને ગ્રામ્ય તેમ જ શહેરી પરિવહન માં ઇલેક્ટ્રિક વાહનોને અપનાવા માટે ઉત્તેજન આપવા માટે પ્રતિબદ્ધ છે.
કંપનીના CEO શાલ્ય ગુપ્તા એ કહ્યું હતું કે કંપની ભારતમાં ગ્રીન મોબિલિટી ક્રાંતિમાં એક મહત્વપૂર્ણ ખેલાડી છે અને ઈ-વાહન ક્ષેત્રમાં, ખાસ કરીને ઈ-રિક્શા અને ઈ-લોડર્સ માટે OEMs નો સ્થાપિત ભાગીદાર છે. ગુજરાત અમારા માટે વ્યૂહાત્મક તક આપે છે, જ્યાં અમે સ્થાનિક EV ડીલરશિપ્સ, OEM અને ફિનટેક ભાગીદારોના સહકારની સાથે નાણાકીય સંસાધનો પૂરા પાડીશું. અમે FY 2026-27ના અંત સુધીમાં ગુજરાતનાં તમામ મુખ્ય શહેરોમાં હાજરી નોંધાવાની યોજના ધરાવીએ છીએ અને અન્ય ઉત્પાદનો પણ ગુજરાતનાં બજારોમાં રજૂ કરવાની ઈચ્છા ધરાવીએ છીએ.
કંપની ગુજરાતમાં શરૂઆતમાં 30થી 40 કર્મચારીઓની નિમણૂક કરશે અને આગામી વર્ષના અંત સુધીમાં આ કર્મચારીઓની સંખ્યા 100 સુધી પહોંચાડાશે ગુજરાતમાં કંપનીની હાજરી સ્થાનિક ડીલર નેટવર્કને પ્રોત્સાહિત કરશે અને રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ઝડપથી વધારાની સંભાવના છે.
