ઈ-મેમો નહીં ભરનાર 8000થી વધુ વાહનચાલકોને કોર્ટની નોટિસ

અમદાવાદઃ રાજ્યમાં સ્માર્ટસિટી અંતર્ગત ફરી શરૂ કરાયેલા ઇ-મેમોમાં ટ્રાફિક પોલીસ CCTV કેમેરાથી દરેક રસ્તાઓ પર બાજ નજર રાખી રહી છે. સ્ટોપલાઈન ક્રોસ કરનાર ફેન્સી નંબર પ્લેટ લગાવનાર નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરનાર પર પોલીસ હવે બાજ નજર રાખી રહી છે. એવામાં અમુક લોકોને ખોટા પણ ઈ-મેમો મળી રહ્યા છે. 

રાજ્યના સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત ઇ-મેમો નહિ ભરનાર 8100 જેટલા વાહનચાલકોને કોર્ટ નોટિસ આપવામાં આવી છે. 8100 જેટલા વાહનચાલકોને મેમો આપવામાં આવ્યો છે, પણ ભરવામાં વાહનચાલકો દ્વારા આનાકાની દેખાડવામાં આવી હતી.તં

આ ઈ-મેમો સૌથી વધુ ચાલુ વાહને મોબાઈલમાં વાત કરવાના મેમો છે. ચાલુ વાહનોમાં મોબાઈલમાં વાત કરવા માટે 2500થી વધુ વાહનચાલકોને ઈ-મેમો ફટકારવામાં આવ્યા છે.આ ઉપરાંત ફેન્સી નંબર પ્લેટ અને ત્રણ સવારી મોટરસાઇકલ ચલાવવા જેવા નિયમોના ઉલ્લંઘન બદલ પર ઇ-મેમોમાં ફટકારવામાં આવ્યા છે. જો આ વાહનચાલકો 8 માર્ચ સુધીમાં ઈ-મેમોની રકમ નહી ભરે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

જો ઇ-મેમો કોઇ કારણસર ખોટો આવ્યો તો તમે આ મામલે ફરિયાદ પણ કરી શકો છો. ઈ-મેલ પર વાહનચાલકો આ મામલે ફરિયાદ કરી શકે છે. આ ફરિયાદ csitms-ahd.@gujarat.gov. in ઈ- મેઇલ પર થશે. જો કોઈ વ્યક્તિ ઇ-મેઇલ કરવામાં આ અસક્ષમ હોય તો અમદાવાદ ટ્રાફિક પોલીસ કચેરીએ રૂબરૂમાં જઈને લેખિતમાં અરજી કરવાની રહેશે.