તખતાપલટઃ મુનિરને સ્થાને નવા આર્મી ચીફ સાહિર શમશાદ મિર્ઝા?

નવી દિલ્હીઃ “ઓપરેશન સિંદૂર” પછીથી પાકિસ્તાન હેરાન-પરેશાન છે. પાકિસ્તાનને વારંવાર શરમજનક હારનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતે તેના ડ્રોન ધ્વસ્ત કર્યા છે, તેની મિસાઇલ અને ફાઇટર જેટ્સને પણ ભારતીય સેના દ્વારા તબાહ કરવામાં આવ્યા છે. આને લીધે પાકિસ્તાની સેના બે ભાગમાં વિભાજિત થઈ ગઈ છે. અહેવાલો મુજબ પાકિસ્તાને સેનાપ્રમુખ આસિમ મુનીરને પદ પરથી હટાવીને હિરાસતમાં લઇ લીધો છે. તેના પર વ્યક્તિગત એજન્ડા ચલાવવાનો આરોપ છે. તેને સ્થાન પર પાકિસ્તાન સરકારે સાહિર શમશાદ મિર્ઝાને નવો આર્મી ચીફ નિયુક્ત કર્યો છે.

નવા આર્મી ચીફ સાહિર શમશાદ મિર્ઝા કોણ છે?

સાહિર શમશાદ મિર્ઝા PM શહબાઝ શરીફના નજીકની વ્યક્તિ માનવામાં આવે છે. લેફ્ટેનન્ટ જનરલ સાહિર શમશાદ મિર્ઝા અગાઉ જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ કમિટી (CJCSC)ના ચેરમેન રહી ચૂક્યા છે. લગભગ ત્રણ વર્ષ પહેલાં તેઓ આર્મી ચીફ બનવા માટે મજબૂત દાવેદાર માનવામાં આવતા, પણ એ સમયે આસિમ મુનીરને આર્મી ચીફ બનાવવામાં આવ્યા હતા. સાહિરને ચીફ ઓફ જનરલ સ્ટાફ (CGS) તરીકે નીમવામાં આવ્યા હતા. તે પહેલાં તેઓ ડિરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.

સાહિર શમશાદ મિર્ઝાનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો. બાળપણમાં જ તેમનાં માતા-પિતાનું નિધન થયું હતું. તે તેમના માતા-પિતાના નામની જગ્યાએ એક ફોર્મમાં પોતાની યુનિટનું નામ લખતા હતા.

તેમણે  સિંધી રેજિમેન્ટમાં પણ સેવા આપી છે. આ ઉપરાંત તેઓ જનરલ મુખ્ય મથક (GHQ)માં જનરલ રાહીલ શરીફની કોર ટીમનો ભાગ હતા. શહબાઝ શરીફ સાથે તેમનો વિશિષ્ટ સંબંધ હોવાનું કહેવાય છે.