હવાઈ મુસાફરી દરમિયાન ફેસ માસ્ક પહેરવું હવે ફરજિયાત નહીં

હવાઈ ​​મુસાફરી દરમિયાન માસ્ક પહેરવું હવે ફરજિયાત નથી. ભારત સરકારે બુધવારે આ નિયમ પાછો ખેંચી લીધો હતો. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે બુધવારે એક આદેશમાં એરલાઈન્સને આ અંગે તમામ મુસાફરોને જાણ કરવા જણાવ્યું હતું. ઓર્ડર મુજબ એરલાઇન્સ હવે મુસાફરોને કહેશે કે ફ્લાઇટમાં બોર્ડ પર માસ્ક પહેરવું એ વ્યક્તિની ‘ઇચ્છા’ પર નિર્ભર રહેશે પરંતુ હવે તે ફરજિયાત નથી.  દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને વાયરસનો કહેર હવે ઘણો ઓછો થયો છે. સંક્રમણમાં ઘટાડાને જોતા હવે કોરોનાને લઈને લાદવામાં આવેલા નિયંત્રણો પણ ઓછા કરવામાં આવ્યા છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડની નવી માર્ગદર્શિકા અનુસાર, હવે ઘરેલુ હવાઈ મુસાફરી દરમિયાન ચહેરાના માસ્ક ન પહેરવા બદલ મુસાફરોને દંડ કરવામાં આવશે નહીં. ડોમેસ્ટિક એર પેસેન્જર્સને ફેસ માસ્ક ન પહેરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે પરંતુ હવે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ દરમિયાન ફેસ માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે.

Consortium of 4 cities to enhance coronavirus genome surveillance

હવાઈ ​​મુસાફરી દરમિયાન ફેસ માસ્ક જરૂરી નહીં

મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે હવાઈ મુસાફરી દરમિયાન માસ્ક પહેરવું ફરજિયાત નથી. પરંતુ કોરોનાવાયરસના કેસોની સંખ્યા ઘટી રહી હોવા છતાં તેઓએ માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. અત્યાર સુધી ફ્લાઇટમાં મુસાફરી કરતી વખતે માસ્કનો ઉપયોગ ફરજિયાત હતો. એરલાઇનને જારી કરાયેલા એક સંદેશાવ્યવહારમાં મંત્રાલયે જણાવ્યું હતું કે આ નિર્ણય COVID-19 મેનેજમેન્ટ પ્રતિસાદ માટે ગ્રેડેડ અભિગમની સરકારની નીતિને અનુરૂપ લેવામાં આવ્યો છે.

દેશમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો 

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 501 નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,46,66,676 થઈ ગઈ છે. સક્રિય દર્દીઓની સંખ્યા 7,918 થી ઘટીને હવે 7,561 થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર કોરોના સંક્રમણને કારણે છેલ્લા 24 કલાક દરમિયાન વધુ 2 દર્દીઓના મોતને કારણે મૃત્યુઆંક વધીને 5,30,535 થઈ ગયો છે. જેમાંથી એક કોરોના સંક્રમિત દર્દી ગુજરાતનો અને બીજો રાજસ્થાનનો હતો. જાહેર કરાયેલા ડેટા અનુસાર દેશમાં કોરોના સંક્રમણના સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને 7,561 પર આવી ગઈ છે, જે કુલ કેસના 0.02 ટકા છે. દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.79 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,41,28,580 દર્દીઓ આ જીવલેણ વાયરસને હરાવી ચૂક્યા છે.