રણબીર કપૂર વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, જાણો કેમ ?

બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ક્રિસમસ સેલિબ્રેટ કરતા અભિનેતાનો વીડિયો વાયરલ થયા બાદ આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જો કે હજુ સુધી આ મામલે FIR નોંધવામાં આવી નથી.

 

 

View this post on Instagram

 

A post shared by Pooja Desai (@poojadesai)

રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો ક્રિસમસ સેલિબ્રેટ કરવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં રણબીર કેક પર શરાબ રેડતા અને ‘જય માતા દી’ કહેતા જોવા મળે છે. આ સાંભળીને ત્યાં હાજર બધા હસી પડ્યા. આ વીડિયોને લઈને સંજય તિવારીએ પોતાના વકીલ આશિષ રાય અને પંકજ મિશ્રા મારફતે ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે.