દિલ્હીના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ, આતિશીએ આજે પ્રથમ વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સૌજન્ય મુલાકાત લીધી હતી. તેમની મીટિંગનો ફોટો વડાપ્રધાન કાર્યાલયના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ શેર કરવામાં આવ્યો છે. આતિશીએ 21 સપ્ટેમ્બરે દિલ્હીના મુખ્યમંત્રીની કમાન સંભાળી હતી. શપથ લેવાની સાથે જ તેઓ દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી બન્યા. બીજી ખાસ વાત એ છે કે રાષ્ટ્રીય રાજધાનીમાં મુખ્યમંત્રી પદ સંભાળનાર ત્રણ મહિલા મુખ્યમંત્રીઓમાં તે સૌથી યુવા મહિલા મુખ્યમંત્રી છે. આતિશીને લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ દિલ્હીના આઠમા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
Chief Minister of Delhi, @AtishiAAP called on PM @narendramodi. pic.twitter.com/ZDXxMOhURx
— PMO India (@PMOIndia) October 14, 2024
સૌરભ ભારદ્વાજે આતિશીની નવી મંત્રી પરિષદમાં સૌપ્રથમ શપથ લીધા, ત્યારબાદ ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, ઈમરાન હુસૈન અને દિલ્હી કેબિનેટમાં નવા સભ્ય મુકેશ અહલાવતે શપથ લીધા. જોકે, આતિશીનો કાર્યકાળ ટૂંકો રહેશે કારણ કે ફેબ્રુઆરીમાં રાષ્ટ્રીય રાજધાનીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે.
તમને જણાવી દઈએ કે કથિત દારૂ કૌભાંડમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યાના 2 દિવસ બાદ 15 સપ્ટેમ્બરે કેજરીવાલ આમ આદમી પાર્ટી (AAP)ના મુખ્યાલય પહોંચ્યા હતા. ત્યારબાદ કેજરીવાલે બે દિવસ બાદ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી કેજરીવાલ ઈમાનદાર હોવાનો ચુકાદો જનતા ન આપે ત્યાં સુધી હું મુખ્યમંત્રીની ખુરશી પર બેસીશ નહીં.