નવી દિલ્હીઃ CJPના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાને પાંચ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. બંને પર દિલ્હીના જંતર-મંતરના એવા વિસ્તારમાં કથિત રીતે પરવાનગી વિના પ્રવેશ કરવાનો આરોપ છે, જેને સત્તાવાર રીતે પ્રદર્શન સ્થળ તરીકે જાહેર કરવામાં નથી આવ્યું. પ્રાપ્ત માહિતી મુજબ દિલ્હીની સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (SEM) કોર્ટે સૌરવ દાસ અને આશુતોષ રાંકાને પાંચ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે. CJPના આ બંને નેતાઓ પર જામીન બોન્ડની શરતોના ઉલ્લંઘનનો આરોપ છે. બંનેને તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. બીજી તરફ કોર્ટે અજિંક્ય શિંદે પાસે જામીન બોન્ડ ભરાવ્યું છે.
CJPના નેતાઓ સૌરવ દાસ, આશુતોષ રાંકા અને અજિંક્ય શિંદે તરફથી કોર્ટમાં હાજર રહેલા વકીલ અભિષ્ટ હેલેએ જણાવ્યું હતું કે પોલીસની આ આશંકાને આધારે તેમને પાંચ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે કે તેઓ કોઈ ગુનો કરી શકે છે. પોલીસે કોર્ટમાં ખોટું કહ્યું હતું કે ત્રણેયે લોકોને ત્યાં આવવાની અપીલ કરી હતી. તેમણે આવી કોઈ અપીલ કરી નહોતી. તેમણે બોન્ડની શરતોનું પણ ઉલ્લંઘન કર્યું નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે કોનોટ પ્લેસ સાથે જોડાયેલી એક અલગ ફરિયાદનો અહીં ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેને આધારે જ તેમને પાંચ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. દિલ્હી પોલીસના જણાવ્યાનુસાર CJPના નેતાઓ આશુતોષ રાંકા, સૌરવ દાસ અને અજિંક્ય શિંદેએ મંગળવારે કથિત રીતે પરવાનગી વિના આ વિસ્તારમાં પ્રવેશ કર્યો હતો. ત્યાર બાદ પોલીસે સાવચેતીના પગલા તરીકે તેમને અટકાયતમાં લીધા હતા.
Ashu and Saurav have been sent to 5 days judicial custody.
Their fault? Unfurling tricolour at Jantar Mantar.
Show some guts, @narendramodi. If you’re so determined to crush dissent, have the courage to officially declare an Emergency instead of hiding behind these cowardly tactics.
— Abhijeet Dipke (@abhijeet_dipke) October 14, 2026
અભિજીત દીપકેએ ઉઠાવ્યા સવાલ
કોકરોચ જનતા પાર્ટીના સંયોજક અભિજિત દીપકેએ બંને નેતાઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે સવાલ કર્યો છે કે જંતર-મંતર પર તિરંગો ફરકાવવો શું તેમની ભૂલ છે? દીપકેએ વધુમાં લખ્યું હતું હતું કે હિંમત બતાવો, નરેન્દ્ર મોદીજી. જો તમે અસહમતીના અવાજને દબાવવા માટે આટલા જ મક્કમ છો, તો આવી કાયરતાપૂર્ણ રીતો પાછળ છુપાવાને બદલે સત્તાવાર રીતે કટોકટી જાહેર કરવાની હિંમત બતાવો.




