દેશભરમાં મેઘરાજા બઘડાટી બોલાવી રહ્યા છે. ત્યારે રે વરસાદને કારણે યમુનોત્રી હાઇવે સહિત અનેક સ્થળોએ રસ્તાઓ બંધ છે. ગઢવાલ કમિશનર વિનય શંકર પાંડેએ જણાવ્યું હતું કે ભારે વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને, ચારધામ યાત્રા આગામી 24 કલાક માટે મુલતવી રાખવામાં આવી છે.
પોલીસ અને વહીવટી અધિકારીઓને હરિદ્વાર, ઋષિકેશ, શ્રીનગર, રુદ્રપ્રયાગ, સોનપ્રયાગ અને વિકાસનગરમાં યાત્રાળુઓને રોકવાની સૂચના આપવામાં આવી છે. યમુનોત્રી ધામ તરફ જાનકીચટ્ટી, ફૂલચટ્ટી, ખારસાલી, રાણા ચટ્ટી, સ્યાના ચટ્ટી વિસ્તારમાં એક હજારથી વધુ શ્રદ્ધાળુઓ ફસાયેલા છે.
