મોરારિબાપુની કથામાં શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠાના એક વર્ષની ઉજવણી

સુરત: અયોધ્યા મંદિરમાં ભગવાન શ્રીરામ લલાની પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. ત્યારે સમગ્ર દેશમાં એની વિવિધ રીતે ઉજવણી થઈ રહી છે. અયોધ્યામાં પણ શનિવારથી ઉજવણીનો આરંભ કરાયો છે. ત્યારે હાલ મોરારિબાપુની કથા ભરૂચ જિલ્લાના કબીર વડ ખાતે ચાલી રહી છે. કથાના અંતિમ દિવસે મોરારીબાપુએ આ વર્ષગાંઠની ઘડી યાદ કરીને એની ઉજવણી કરી હતી. વ્યાસપીઠ પરથી મોરારીબાપુએ અયોધ્યાને યાદ કરીને રામધૂન ગવડાવી હતી અને સૌને આરતી સ્વરૂપે મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરવા અપીલ કરી હતી. એ સાથે જ આખો કથા મંડપ મોબાઇલ લાઈટથી ઝળહળી ઊઠયો હતો. ટીવી પર કથા સાંભળી રહેલા લોકો પણ મોબાઈલ લાઈટ ચાલુ કરીને આ ઉજવણીનો ભાગ બન્યા હતા.

(અરવિંદ ગોંડલિયા – સુરત)