મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહલગામના બૈસરનમાં એક મોટો આતંકવાદી હુમલો થયો. આ હુમલામાં 28 લોકોના મોત થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આતંકવાદીઓએ પસંદગીપૂર્વક પ્રવાસીઓને નિશાન બનાવ્યા. આ હુમલાને કારણે સમગ્ર દેશમાં ગુસ્સો છે. આતંકવાદીઓને પકડવા માટે સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પહલગામ હુમલા અંગે સીસીએસની બેઠક હવે પૂરી થઈ ગઈ છે, આ બેઠક લગભગ અઢી કલાક ચાલી હતી. આ બેઠકની અધ્યક્ષતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. પહલગામ હુમલા અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં CCS બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ. જયશંકર, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને NSA અજિત ડોભાલ ઉપસ્થિત રહ્યા હતા.
In the wake of the terrorist attack in Pahalgam, chaired a meeting of the CCS at 7, Lok Kalyan Marg. pic.twitter.com/bZj5gggp5l
— Narendra Modi (@narendramodi) April 23, 2025
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ પહલગામ હુમલા અંગે સમીક્ષા બેઠક યોજી
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ આજે સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી જેથી ખાતરી કરી શકાય કે ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલની ઉચ્ચ સ્તરીય બેઠકમાં પહેલગામ આતંકવાદી હુમલા માટે જવાબદાર લોકોને ન્યાયના કઠેડામાં લાવવા માટે આપેલા નિર્દેશોનું ઝડપથી પાલન કરવામાં આવે. બેઠક દરમિયાન, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભારત સરકાર આપણા નાગરિકોની હત્યાનો બદલો લેવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને એ પણ સુનિશ્ચિત કરશે કે આતંકવાદના આવા કાયરતાપૂર્ણ કૃત્યો ફરી ન બને.
પહેલગામ હુમલા બાદ સુરક્ષા એજન્સીઓએ જમ્મુ-કાશ્મીરમાં એક મોટું ઓપરેશન શરૂ કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કાશ્મીર ખીણમાં 1500 થી વધુ લોકોને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે. આ લોકોને વિવિધ જિલ્લાઓ અને સંવેદનશીલ વિસ્તારોમાંથી પકડવામાં આવ્યા છે. આમાં ઓવરગ્રાઉન્ડ વર્કર્સ (OGW), ભૂતપૂર્વ આતંકવાદીઓ અને જેમની સામે FIR દાખલ થઈ ચૂકી છે અથવા જેમના નામ ગુપ્તચર વોચ લિસ્ટમાં છે તેનો સમાવેશ થાય છે. તપાસ એજન્સીઓ હુમલાખોરોને આશ્રય આપનારાઓને શોધવામાં વ્યસ્ત છે. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન વધુ તીવ્ર બનાવી દેવામાં આવ્યું છે.
