વોટ્સએપ લીકઃ સેબીએ ટ્રેડ ડેટાની તપાસ કરવા કર્યો આદેશ

નવી દિલ્હી- જે કંપનીઓના રિઝલ્ટ સ્ટોક એક્સચેન્જો પાસે પહોંચ્યા એ પહેલા જ સોશિયલ મીડિયા પર લીક થઈ ગયા હતા, તેમના શેર ટ્રેડિંગ ડેટાની સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી)એ તપાસ શરૂ કરી છે. રેગ્યુલેટર દ્વારા એકસચેંજો પાસેથી એ જાણકારી માંગી છે કે જે લોકોએ લીક સમયે આ શેરોમાં ટ્રેડિંગ કર્યું હતું, તેણે ઈનસાઈડર ટ્રેડિંગના નિયમોના ઉલ્લંઘનની જાણકારી મેળવવા માટે માટે પણ કહેવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર તપાસ બાદ સ્ટોક એક્સચેંજ આ સંદર્ભે એ રિપોર્ટ રેગ્યુલેટરને સોંપશે. સેબીનો નિયમ કહે છે કે લિસ્ટેડ કંપનીઓ વિશે તમામ સુચનાઓ સ્ટોક એક્સચેંજો દ્વારા સાર્વજનિક કરવી જોઈએ, કારણકે આ કંપનીઓના શેર પ્રાઈઝ પર અસર પડી શકે છે.

જ્યારે જાણી જોઈને જાણકારીઓ લીક કરવામાં આવે છે અને ત્યારે શેરના ભાવમાં ભારે વધઘટ આવતી હોય છે. તો તેમાં ઈનસાઈડર ટ્રેડિંગના નિયમોનું ઉલ્લંઘન થાય છે. 2015માં સેબીએ ઈનસાઈડર ટ્રેડિંગના નિયમોમાં કડક વલણ અપનાવ્યું હતું. આમાં પ્રાઈઝ સેન્સિટિવ ઈન્ફોર્મેશનની પરીભાષા દર્શાવવામાં આવી હતી. સેબીએ જણાવ્યું હતું કે જો કંપની મામલે કોઈ સુચના ઉપ્લબ્ધ નથી અને જેની માહિતી સાર્વજનિક થવા પર તેના શેરના ભાવને નુકસાન પહોંચી શકે છે તેવી કંપનીઓને આ કેટેગરીમાં રાખવામાં આવશે.