સરકારે એડિબલ ઓઈલ ટેક્સમાં કર્યો બે ગણો વધારો

નવી દિલ્હીઃ ભારતે એડિબલ ઓઈલ પર ઈમ્પોર્ટ ટેક્સ વધારીને બે ગણો કરી દીધો છે. જેના કારણે તેલના ભાવ ઉંચા સ્તર પર પહોંચી ગયા છે. સરકારે ખેડૂતોને ફાયદો પહોંચાડવા માટેની કોશિશો અંતર્ગત પોતાનો આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

એડિબલ ઓઈલ્સ પર ડ્યુટીમાં બે ગણો વધારો

ભારત સરકારે એડિબલ ઓઈલ પર ડ્યૂટીમાં બે ગણો વધારો કરીને 30 ટકા કરી દીધી છે. તો આ સિવાય રિફાઈન્ડ અને પામ ઓઈલ પર ડ્યૂટી 25 ટકા વધારીને 40 ટકા કરી દીધી છે. તો આ સાથે જ સોયા ઓઈલ પર ઈમ્પોર્ટ ટેક્સ 17.5 ટકાથી વધારીને 30 ટકા કરી દીધો છે. આ સાથે જ રિફાઈંડ સોયા ઓઈલ પર ટેક્સ 20 ટકાથી વધારીને 35 ટકા કરી દીધો છે.

ડોમેસ્ટિક ઈંડસ્ટ્રી માટે પ્રતિસ્પર્ધામાં ટકવું હતું અઘરૂં

ભારતની એડિબલ ઓઈલ કંપનિઓને ઈંડોનેશિયા, મલેશિયા, બ્રાઝીલ અને આર્જેંટીનાથી સસ્તા ભાવે ઈમ્પોર્ટ સાથે પ્રતિસ્પર્ધા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. તેલીબીયાની કીંમતોમાં ઘટાડો થયો હોવા છતા સ્થાનિક સરસો અને સોયાબીનની ડિમાંડ ઘટી રહી છે.

ફિઝિકલ માર્કેટમાં સોયાબીન અને સરસોની કીંમતો અત્યારે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા લેવલથી નીચે ટ્રેડ થઈ રહી છે જેના કારણે ખેડૂતોનો અસંતોષ સતત વધી રહ્યો છે. અત્યારે ભારતીય ઈડિબલ ઓઈલના વપરાશ માટેનો 70 ટકા જેટલો સ્ટોક ઈંપોર્ટ પર નિર્ભર છે જ્યારે 2001-02માં આ આંકડો 40 ટકા જેટલો હતો.

ત્યારે ભારતે એડિબલ ઓઈલના ઈમ્પોર્ટ પર ટેક્સ બે ગણો કરી દિધો છે જેના કારણે આ ભાવો એક દાયકાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયા છે. સરકારે ખેડૂતોને ફાયદો પહોંચાડવા માટે આ નિર્ણય કર્યો છે.