નવી દિલ્હીઃ લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન વ્હોટ્સઅપે આરબીઆઈના દિશાનિર્દેશના હિસાબથી દેશની અંદરજ ચૂકવણી સંબંધીત ડેટા રાખવાની પ્રણાલી સ્થાપિત કરી છે. આરબીઆઈએ 6 એપ્રિલના રોજ પોતાના દિશા-નિર્દેશમાં ચૂકવણી સેવા આપનારા બધા ઓપરેટર્સને એ નક્કી કરવા જણાવ્યું હતું કે ચૂકવણી સંબંધિત બધા આંકડાઓનો સંગ્રહ તેમને ફક્ત ભારતમાં જ સ્થાપેલી એક પ્રણાલી અને સર્વર પર રાખવો પડશે.
રિઝર્વ બેંકે આમ કરવા માટે કંપનીઓને 15 ઓક્ટોબર સુધીનો સમય આપ્યો છે. વ્હોટ્સએપના પ્રવક્તાએ કહ્યું, ‘ભારતમાં લગભગ 10 લાખ લોકો સુરક્ષિત અને સાધારણ પદ્ધતિથી એકબીજાને પૈસા મોકલવા માટે વ્હોટ્સએપની ચૂકવણી સેવાનું પ્રાયોગિક ઉપયોગ કરી રહ્યાં છે. રિઝર્વ બેંકના ડેટા સંગ્રહ સંબંધી પરિપત્રના પાલન માટે અમે એક પ્રણાલી સ્થાપિત કરી છે, જે ચૂકવણી સંબંધી બધા આંકડાને ભારતમાં જ સ્થાનિક રીતે સંગ્રહ કરશે. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં આ સેવાને દેશભરમાં શરૂ કરવા માટેની યોજના છે, તેથી આ દેશના ‘નાણાંકીય સમાવેશ લક્ષ્યો’ને પૂર્ણ કરવામાં પોતાનું યોગદાન કરી શકે.
એપ્રિલમાં પોતાના આદેશમાં રિઝર્વ બેંકે કહ્યું હતું કે ચૂકવણી સેવા ઓપરેટરોની સારી દેખરેખ નક્કી કરવા માટે આ મહત્વપૂર્ણ છે કે આ આંકડા સુધી અનૌપચારિક દેખરેખ પહોંચે. સાથે જ આ પહોંચ ચૂકવણી સેવા સાથે જોડાયેલા સેવા પ્રોવાઈડર્સ, વચેટિયાઓ અને ત્રીજા પક્ષના સેવા પ્રોવાઈડર્સના આંકડા પણ હોય. રિઝર્વ બેંકે કહ્યું કે આ આંકડામાં ચૂકવણીની પ્રારંભથી લઈને આખર સુધીના લેવડ-દેવડની માહિતી રાખવી પડશે.