આંતરરાષ્ટ્રીય નાણાંભંડોળ સંસ્થા કહે છે: ભારત પર લોનનો બોજો ઓછો છે

વોશિગ્ટન- ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વધતી જતી અર્થવ્યવસ્થાની સાથે સાથે અન્ય મોટી અને ઉભરતી વ્યવસ્થાઓમાં સૌથી ઓછી લોન લેનાર દેશ પણ છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના જણાવ્યા અનુસાર વિશ્વની સર્વશ્રેષ્ઠ અને ઉભરતી બજાર અર્થવ્યવસ્થાની તુલનામાં ભારત પર લોનનો બોજો ઓછો છે.

આઈએમએફના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, 2017માં વૈશ્વિક ઋણ 1 લાખ 82 હજાર અબજ ડોલરના રેકોર્ડ સ્તર પર પહોંચ્યું છે. આઇએમએફના નાણાંકીય બાબતોના ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર વિટૉર ગેસ્પરે જણાવ્યું હતું કે, વૈશ્વિક ગ્રોસ ઘરેલુ ઉત્પાદન(જીડીપી)ના ટકામાં ભારતનું દેવુ વૈશ્વિક ઋણના પ્રમાણમાં ઓછું છે. આ પહેલાં આઈએમએફએ કહ્યું હતું કે, ભારત જીડીપી ગ્રોથના મામલે સૌથી અવ્વલ નંબર પર હશે.

આઈએમએફના તાજેતરના આંકડા અનુસાર 2017માં ભારતમાં ખાનગી લોન જીડીપીના 54.5 ટકા હતી, જ્યારે સરકારનો બોજો 70.4 ટકા હતો. કુલ લોન જીડીપીની 125 ટકા હતી. તેની તુલનામાં ચીન પર લોન જીડીપીના 247 ટકા છે. આ સ્થિતિ જોતા કહી શકાય કે, ભારત પર લોનનો બોજો વૈશ્વિક જીડીપીના ટકામાં ઘણી ઓછો છે.

વૈશ્વિક નાણાંકીય સંકટ પછી વિકસીત અર્થવ્યવસ્થાઓની લોનમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા અમુક વર્ષોમાં ભારતની ખાનગી લોન જીડીપીના 60 ટકાથી ઘટીને 54.5 ટકા પર પહોંચી છે, જે ઘણી સ્થિર છે. ગેસ્પરના અનુસાર ઉભરતી અર્થવ્યવસ્થાઓમાં જાહેર ઋણની તુલનામાં ખાનગી ઋણમાં જડપથી વધારો થયો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]