નવી દિલ્હીઃ વોટ્સએપ નાના વ્યાપારીઓ માટે એક મોટી પહેલની જાહેરાત કરી છે. વોટ્સએપના જણાવ્યા અનુસાર છે કે તે કન્ફેડરેશન ઓફ ઈંડિયન ઈન્ડસ્ટ્રીઝ એટલે કે CII સાથે મળીને નાના વ્યાપારીઓને ટ્રેનિંગ આપશે જેથી વ્યાપારીઓ તેના પ્લેટફોર્મનો ફાયદો ઉઠાવીને પોતાની કમાણી વધારી શકે.WhatsApp અને CII સાથે મળીને નાના વ્યાપારીઓ માટે બિઝનેસ કમ્યુનિકેશન વધારવા માટે કામ કરશે. આના માટે CII ના એસએમઈ ટેક્નોલોજી ફોસિલિટેશન સેન્ટરનો ઉપયોગ કરાશે. આ સેન્ટર નવેમ્બર 2016માં શરુ થયું હતું.
વ્હોટ્સઅપ અને સીઆઈઆઈ એવા કન્ટેન્ટ પર પણ કામ કરશે જેને સરળ ભાષામાં વ્યાપારીઓ સુધી પહોંચાડી શકાય. સીઆઈઆઈના કાર્યકારી નિર્દેશક નીરજા ભાટીયાએ આ મામલે જણાવ્યું કે ટેક્નોલોજી સેન્ટર નાના વ્યાપારીઓને તેનો વ્યાપાર વધારવામાં સહાયતા કરશે. વ્યાપારીઓ આ પ્લેટફોર્મ દ્વારા પોતાની પ્રોડક્ટ્સ અને સર્વિસીઝને દેશના કોઈપણ ખૂણા સુધી પહોંચાડવામાં સક્ષમ બનશે. વોટ્સએપ બીઝનેસ એપ્લીકેશનના ફીચર્સને વ્યાપારીઓ સુધી પહોંચાડવા માટે ઓન ગ્રાઉન્ડ ટ્રેનિંગ આપવામાં આવશે.
દુનિયાભરમાં આશરે 30 લાખ વેપારીઓ વોટ્સએપ બિઝનેસ એપ્લીકેશનનો ઉપયોગ કરી રહ્યા છે. જે લોકો ટ્રેનિંગમાં વ્યક્તિગત રીતે ભાગ ન લઈ શકે તે લોકો માટે વેબિનારનું આયોજન કરવામાં આવશે અને આખું ટ્રેનિંગ મટિરિયલ CII SME વેબસાઈટ પર પણ ઉપ્લબ્ધ હશે.
વોટ્સએપના પબ્લિક પોલિસી મેનેજર બેન સપ્લાયે જણાવ્યું કે ભારતમાં નાના વ્યાપારી પોતાનો બિઝનેસ વધારવા માટે વોટ્સએપનો ઉપયોગ કરી શકે છે. આ એપના માધ્યમથી પોતાના ગ્રાહક સુધી પહોંચવું ખૂબ સરળ છે.