નવી દિલ્હીઃ ICICI બેન્ક દ્વારા વિડિયોકોન ગ્રુપને આપવામાં આવેલી લોનમાંથી રૂ. 1000 કરોડથી વધુ NPAમાં ફેરવાઈ ગઈ છે. CBIએ બેન્કના ભૂતપૂર્વ CEO ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચર અને વિડિયોકોન ગ્રુપના સંસ્થાપક વેણુગોપાલ ધૂતની વિરુદ્ધ દાખલ કરેલા આરોપપત્રમાં એ દાવો કરવામાં આવ્યો છે.
CBIના આરોપપત્રમાં કહેવામાં આવ્યું છે કે પહેલી મે, 2009થી ચંદા કોચરની ICICI બેન્કના MD અને CEO બન્યા પછી વિડિયોકોન ગ્રુપને ટર્મ લોન મંજૂર કરી હતી. જૂન, 2009થી ઓકટોબર, 2011ની વચ્ચે ICICI બેન્ક દ્વારા કુલ રૂ. 1875 કરોડની રૂપી ટર્મ લોન મંજૂર કરી હતી.વિડિયોકોનને આપવામાં આવેલી લોનથી ICICI બેન્કને રૂ. 1000 કરોડથી વધુનું નુકસાન થયું છે.
ચંદા કોચર ડિરેક્ટરોની એ બે સભ્યોની સમિતિની અધ્યક્ષ હતી, જેણે ઓગસ્ટ, 2009માં વિડિયોકોન ઇન્ટરનેશનલ લિ. (VIEL)ને રૂ. 300 કરોડ આપવામાં આવેલી ટર્મ લીધી હતી, (RTL)ને મંજૂરી આપી હતી. CBIએ આરોપપત્રમાં એ પણ કહ્યું હતું કે ચંદા કોચર સિનિયર મેનેજર્સની એક કમિટીના સભ્ય હોવાની સાથે ક્રેડિટ કમિટીની પણ સભ્ય હતી.આ બંને કમિટીઓએ વિડિયોકોન ઇન્ડસ્ટ્રીઝને ઓક્ટોબર, 2011માં રૂ. 750 કરોડની લોન જારી કરી હતી. 2012 પછી ચંદા કોચર એવી અનેક કમિટીઓની સભ્ય હતી, જેણે વિડિયોકોન ગ્રુપને નેક પ્રકારની લોન જારી કરી હતી.
આ ચાર્જશીટમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે બેન્ક દ્વારા વિડિયોકોન ગ્રુપને ક્રેડિટ સુવિધા જારી કરવામાં આવી હતી, જે જૂન, 2017 સુધી NPA બની ચૂકી છે. જે પછી ICICI બેન્કને રૂ. 1033 કરોડ અને એના પર થનારા વ્યાજનું નુકસાન થયું છે.