મુંબઈઃ ભારતમાં ગયા જૂન મહિનામાં વાહનોનું છૂટક વેચાણ વધ્યું હતું. ભારતમાં ઓટોમોબાઈલ રીટેલ ઉદ્યોગની મુખ્ય સંચાલક સંસ્થા ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન્સ (FADA) તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર, 2020ના જૂનની સરખામણીમાં 2021ના જૂનમાં વાહનોના છૂટક વેચાણમાં 22.26 ટકાનો વધારો નોંધાયો હતો.
ગયા મહિને દેશમાં 12,17,151 વાહનો વેચાયા હતા. 2020ના જૂનમાં આનો આંકડો 9,92,610 હતો. 2021ના મે મહિનામાં 5,35,855 વાહનો વેચાયા હતા. 2019ના જૂનમાં વાહનોનું વેચાણ 28.32 ટકા વધારે હતું એટલે કે 16,98,005 યુનિટ્સ વેચાયા હતા.