મુંબઈ, તા.12 ઓક્ટોબર, 2022: બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 403મી કંપની તરીકે વેદાંત એસેટ લિમિટેડ લિસ્ટ થઈ છે. વેદાંત એસેટે રૂ.10ની મૂળ કિંમતના 7.50 લાખ ઈક્વિટી શેર્સ રૂ.40ની કિંમતે ઓફર કરીને રૂ. ત્રણ કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો પબ્લિક ઈશ્યુ 4 ઓક્ટોબર, 2022ના રોજ સંપન્ન થયો હતો.
વેદાંત એસેટ ઝારખંડ સ્થિત કંપની છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ રાંચીમાં છે. કંપની બેન્ક ઓફ ઈન્ડિયા, ઝારખંડ રાજ્ય ગ્રામીણ બેન્ક અને મધ્ય પ્રદેશ ગ્રામીણ બેન્કની કોર્પોરેટ બિઝનેસ કરસપોન્ડન્ટ્સ તરીકે અને મ્યુચ્યુઅલ ફંડ્સ ડિસ્ટ્રિબ્યુટર્સ તરીકે કામકાજ કરે છે. તે વિવિધ ગ્રામીણ અને અર્ધગ્રામીણ વિસ્તારોમાં 350થી અધિક વેદાંત મિત્ર પાર્ટનર્સ ધરાવે છે અને આશરે 100 કરોડ રૂપિયાથી અધિકની મ્યુચ્યુઅલ ફંડ એસેટ્સ તેનું ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક ધરાવે છે. કંપનીને તેની કામગીરી બદલ ઘણા એવોર્ડ પ્રાપ્ત થયા છે. મુંબઈસ્થિત હેમ સિક્યુરિટીઝ વેદાંત એસેટ લિમિટેડની લીડ મેનેજર હતી.