નવી દિલ્હીઃ વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ હાફ દરમિયાન અમેરિકા ભારતનું સૌથી નોટું ટ્રેડિંગ પાર્ટનર તરીકે ઉભરી આવ્યું હતું. વિશ્વ સ્તરે આર્થિક મોરચે અનિશ્ચિતતા પ્રવર્તી હતી આયાત તથા નિકાસમાં ઘટાડો થયો હતો તેવા સમયમાં અમેરિકા ભારતનું સૌથી મોટું વ્યાપાર ભાગીદાર બન્યું હતું.
કેન્દ્રના વાણિજ્ય મંત્રાલય પાસેથી મળેલી માહિતી અનુસાર, 2023ના એપ્રિલ-સપ્ટેમ્બર સમયગાળા દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે 59.67 અબજ ડોલરનો દ્વિપક્ષી વ્યાપર થયો હતો. ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન આ આંકડો 67.28 અબજ ડોલર હતો. આમ આ વર્ષે 11.3 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
એપ્રિલ-સમયગાળા, 2023 હાફ દરમિયાન ભારત અને ચીન વચ્ચેનો દ્વિપક્ષી વ્યાપાર 58.11 અબજ ડોલર થયો હતો. ચીન સાથેની નિકાસ અને આયાતમાં પણ ગયા વર્ષની સરખામણીમાં થોડોક ઘટાડો થયો હતો. નિષ્ણાતોનું માનવું છે કે ભારત અને અમેરિકા વચ્ચે નિકાસ અને આયાતમાં ઘટાડો થયો હોવા છતાં ગ્રોથ રેટ ટૂંક સમયમાં જ સકારાત્મક વલણમાં આવી જશે.
