યૂનિયન બજેટ-2021: મોબાઈલ એપ પર બજેટ-દસ્તાવેજો મેળવો

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં મંત્રાલયે યૂનિયન બજેટ મોબાઈલ એપ લોન્ચ કરી છે જેથી સંસદસભ્યો અને જાહેર જનતા આવતીકાલે, 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ લોકસભામાં રજૂ કરાય ત્યારબાદ તેના દસ્તાવેજોને આસાનીથી એક્સેસ કરી શકે. આ એપ યૂનિયન બજેટ વેબ પોર્ટલ પરથી, એન્ડ્રોઈડ પ્લે સ્ટોર અને આઈઓએસ (આઈફોન, આઈપેડ) એપ સ્ટોર પરથી પણ ડાઉનલોડ કરી શકાશે. આ એપ અંગ્રેજી અને હિન્દી, એમ બે ભાષામાં ઉપલબ્ધ થશે. એપ યૂઝર-ફ્રેન્ડ્લી ઈન્ટરફેસવાળી છે જેમાં ડાઉનલોડિંગ, પ્રિન્ટિંગ, સર્ચ, ઝૂમ ઈન એન્ડ આઉટ, બાય-ડાયરેક્શનલ સ્ક્રોલિંગ, કન્ટેન્ટ ટેબલ્સ, એક્સ્ટર્નલ લિન્ક્સ જેવા ફીચર્સ છે.

આ બજેટ એપ્લિકેશન એન્ડ્રોઈડ અને આઈઓએસ (આઈફોન, આઈપેડ), એમ બંને પ્લેટફોર્મ માટે ડેવલપ કરવામાં આવી છે. તેના આધારે બજેટ પ્રસ્તાવો, નાણાં ખરડો, ગ્રાન્ટ્સ માટે કરાયેલી માગણીઓની વિગતો અને વાર્ષિક આર્થિક નિવેદન સહિતની સામગ્રી સંપૂર્ણપણે મેળવી શકાશે. નાણાં મંત્રાલયે આજે અનેક ટ્વીટ્સ મારફત આ જાણકારી આપી છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને દિલ્હીમાં બજેટ પૂર્વેની પરંપરાગત હલવા વિધિ દરમિયાન આ એપ લોન્ચ કરી હતી.

યૂનિયન બજેટ એન્ડ્રોઈડ ડાઉનલોડ લિન્કઃ

https://play.google.com/store/apps/details?id=com.nic.unionbudget

યૂનિયન બજેટ iOS ડાઉનલોડ લિન્કઃ

https://apps.apple.com/us/app/union-budget-app/id1548425364

લાઈવ બજેટ વેબકાસ્ટ જોવાની લિન્કઃ

https://budgetlive.nic.in/

યૂનિયન બજેટ વેબ પોર્ટલની લિન્કઃ

http://indiabudget.gov.in