વોશિંગ્ટનઃ ટ્રમ્પ સરકાર એચ1બી વિઝા હોલ્ડર્સના જીવનસાથીને અમેરિકામાં કાયદાકીય રીતે કામ કરવાની મંજૂરી આપવા પર પ્રતિબંધ લગાવવાનો વિચાર કરી રહી છે. ફેડરલ એજન્સીના એક વરિષ્ઠ અધિકારીએ લૉમેકર્સને આ જાણકારી આપી હતી. આ નિર્ણયની અસર હજારો ભારતીયો પર પડશે. તો આ સાથે જ પૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામાના સમયમાં શરૂ થયેલો આ નિયમ નાબુદ થઈ શકે છે. આની અસર 70 હજારથી વધારે એચ-4 વિઝા હોલ્ડર્સ પર પડી શકે છે, જેમણે વર્ક પરમીટ પ્રાપ્ત કરી છે.
એચ-4 વિઝા, એચ-1બી વિઝા હોલ્ડર્સના જીવનસાથીને જાહેર કરવામાં આવે છે, જેમાં ભારતમાંથી જનારા હાઈ-સ્કિલ્ડ પ્રોફેશનલ્સ મોટી સંખ્યામાં હોય છે. આ લોકોને ઓબામા દ્વારા જાહેર કરવામાં એક સ્પેશીયલ ઓર્ડર અંતર્ગત વર્ક પરમિટ પ્રાપ્ત થઈ હતી. આ પ્રાવધાનથી ભારતીય-અમેરિકીઓને મોટો ફાયદો થયો હતો. આ નિયમને લઈને 1 લાખથી વધારે એચ-4 વિઝા હોલ્ડર્સને ફાયદો થયો હતો.
ઓબામા સરકાર દ્વારા 2015માં જાહેર કરવામાં આવેલા આ નિયમથી પરમેનેન્ટ રેજિટેન્ડ સ્ટેટસ પ્રાપ્ત કરવા ઈચ્છુક એચ-1બી વિઝા હોલ્ડર્સના સ્પાઉસ માટે વર્ક પરમિટ પ્રાપ્ત કરવાનો રસ્તો સાફ થયો છે. તેના વગર તેઓ નોકરી પણ નહોતા કરી શકતા. આ પ્રોસેસમાં એક દશક અથવા તેના કરતા પણ વધારે સમય લાગી જાય છે.