ટીના અંબાણીએ સસરા સ્વ.ધીરુભાઈને 19મી-પુણ્યતિથિએ યાદ કર્યાં

મુંબઈઃ વિખ્યાત ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝ લિમિટેડના સ્થાપક ચેરમેન ધીરુભાઈ અંબાણીની આજે 19મી પુણ્યતિથિ છે. આજના દિવસે એમના નાના પુત્રવધુ ટીના અંબાણીએ એક હૃદયસ્પર્શી નોંધ દ્વારા ધીરુભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. ટીના અંબાણીએ એમનાં ટ્વિટર તથા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પર અનેક તસવીરો પોસ્ટ કરી છે. સદ્દગત ઉદ્યોગપતિ અને સસરાના માર્ગદર્શનની કમી એમનો પરિવાર દરરોજ કેટલી મહેસુસ કરે છે એ ટીનાએ લખ્યું છે. એક પોસ્ટમાં ટીનાએ લખ્યું છેઃ ‘પપ્પા, તમારી હાજરીનો અમે હંમેશાં અનુભવ કરતાં રહીશું. તમારા માર્ગદર્શનની અમને ખોટ સાલે છે. તમારી યાદ ખજાના સ્વરૂપ છે, તમારો પ્રકાશ અમારા માટે પ્રેરણાસમાન છે. આજે અને દરરોજ.’

રિલાયન્સ ગ્રુપે પણ તેના સ્થાપકને આજે યાદ કર્યા છે. જાહેરખબરમાં લખ્યું છેઃ ‘આપના વિનાનું એક વધુ વર્ષ, પરંતુ આપની પ્રેરણા પ્રત્યેક ક્ષણ અમારી સાથે જ રહે છે… જે અમને વધારે હોંશિયાર બનવા અને વધારે સારું કામ કરવા માટે હિંમત આપે છે.’

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]