અમદાવાદઃ ભારતીય બજારોએ છેલ્લા એક વર્ષમાં મજબૂત વળતર આપ્યું છે. સરકાર અને RBI દ્વારા લેવામાં આવેલાં પગલાં અને જોરદાર લિક્વિડિટીનો શેરબજારને ટેકો મળ્યો હતો. આ સિવાય રસીકરણ અને કોરોના કેસોમાં સતત થઈ રહેલા ઘટાડાને લીધે બજારનું સેન્ટિમેન્ટ તેજીતરફી બની ગયું છે.
ફ્લોમિક ગ્લોબલ લોજિસ્ટિક IATA દ્વારા એર એરફ્રેટ સર્વિસ પ્રોવાઇડર કંપની છે. કંપની માલ પરિવહન અને લોજિસ્ટિક્સ સુવિધા ઉપલબ્ધ આપે છે. કંપની આશરે 30 વર્ષથી કામકાજ કરી રહી છે અને 84 દેશોમાં સેવાઓ ઉપલબ્ધ કરાવે છે. છેલ્લા એક વર્ષમાં આ શેરે 14,850 કરોડનો ઉછાળો જોવા મળ્યો છે. કંપનીના શેરની કિંમત રૂ. એકથી વધીને રૂ. 167.45 થયો હતો. જોકે કંપની NSE પર લિસ્ટ નથી અને કંપનીનું માર્કેટ કેપ રૂ. 120 કરોડે પહોંચ્યું છે.
ગોપાલા પોલિપ્લાસ્ટ લિ. બેગ બનાવે છે. એની ક્ષમતા 795 ટન છે. એ સિવાય કંપની અન્ય ટેક્સટાઇલ પ્રોડક્ટ માટે લેબલ બનાવે છે, જે રેડીમેડ ગારમેન્ટ, હોઝિયરી, ટેરી ટોવેલ, જૂતાં અને વણેલાં કપડાંમાં લગાવવામાં આવે છે. એક વર્ષમાં આ શેર રૂ. 5.72થી વઝીને રૂ. 629.4એ પહોચ્યો છે. આ સમયગાળામાં કંપનીનાના શેરે 10,903 ટકા વળતર આપ્યું છે.
એક્સપ્રો ઇન્ડિયટા એક બિરલા ગ્રુપની કંપની છે. કંપની પેકેજિંગ ક્ષેત્રે કામકાજ કરે છે. કંપનીનો શેર એક વર્ષમાં 3145.54 ટકા તેજી જોવા મળી છે. કંપનીનો છેલ્લો બંધ ભાવ રૂ. 691.3 છે.