ફ્રીમાં પેટ્રોલ ભરાવવાની કંપની ઓફર, બસ આ શરત પાળવાની…

નવી દિલ્હીઃ હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ તમને 1 લીટર પેટ્રોલ મફતમાં મેળવવાની તક આપી રહી છે. પરંતુ સાથે જ એક શરત પણ મૂકવામાં આવી છે. શરત એ છે કે આના માટે આપને કંપનીની એચપી રીફ્યૂલ એપ્લિકેશનનો ઉપયોગ કરવો પડશે.

હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની વેબસાઈટ અનુસાર ફ્રી પેટ્રોલ આપવા માટે કસ્ટમરને HP રીફ્યૂલ એપ્લિકેશનથી ગેસ સિલિન્ડરનું બુકિંગ કરવાનું રહેશે અથવા સિલિન્ડર રીફિલ કરાવવો પડશે. એટલે કે પેમેન્ટ એપ્લિકેશન દ્વારા કરવું પડશે. આમ કર્યા બાદ આપ પેટ્રોલ પંપ પરથી ફ્રી માં 1 લીટર પેટ્રોલ પ્રાપ્ત કરવાના હકદાર બનશો.

તો આ સીવાય આપ રીફ્યુલ એપ્લિકેશન દ્વારા એચપી પેટ્રોલ પંપ પરથી 5 લીટર પેટ્રોલ ખરીદો છો તો આપને 1 લીટર પેટ્રોલ ફ્રી મળશે.

હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની આ ઓફર 31 ડિસેમ્બર સુધી વેલિડ છે. વેબસાઈટ અનુસાર એપ્લિકેશનના માધ્યમથી સિલિન્ડરના પેમેન્ટ પર 1 લીટર મફત પેટ્રોલ આખા ઓફર પીરિયડ દરમિયાન 85 રુપિયાથી વધારેનું નહી આપવામાં આવે. તો 5 લીટર પેટ્રોલની ખરીદી પર મફત પેટ્રોલ એક માસમાં 100 રુપિયાથી વધારે નહી આપવામાં આવે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]