રિલોન્ચ કરાયેલા સેન્સેક્સ, બેન્કેક્સ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સમાં રેકોર્ડ ટર્નઓવર

મુંબઈ તા.19 મે, 2023: બીએસઈ દ્વારા 15મી મે અને સોમવારથી રિલોન્ચ કરવામાં આવેલા સેન્સેક્સ અને બેન્કેક્સ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સમાં પ્રથમ સપ્તાહમાં રૂ.528 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. આ કોન્ટ્રેક્ટ્સની આજે સાપ્તાહિક એક્સપાયરી હતી.

ફ્યુચર્સમાં રૂ.35 કરોડનું અને ઓપ્શન્સમં રૂ.493 કરોડનું ટર્નઓવર રહ્યું હતું.

આ કોન્ટ્રેક્ટ્સ લોન્ચ કરાયા એ પછી બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ટર્નઓવર અને ઓપન ઈન્ટરેસ્ટ વધી રહ્યાં છે. દેશ ભરમાંથી 125થી અધિક મેમ્બર્સ આ કોન્ટ્રેક્ટ્સના ટ્રેડિંગમાં સામેલ થયા હતા.