ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમને લોકપ્રિય બનાવવાની યોજના

નવી દિલ્હીઃ દેશમાં રિકરિંગ એકાઉન્ટ ઘટી રહ્યા હોવાથી સરકાર ફરીથી ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમને લોકપ્રિય બનાવવાની યોજના બનાવી રહી છે. ભારતીય પરિવારો પાસે જે 22 હજાર ટન ગોલ્ડ પડ્યું છે તેને જીએમએસ દ્વારા અનલોક કરીને ગોલ્ડની આયાતને ઘટાડી શકાય છે. આ માટે સરકારના નાણાં મંત્રાલય તરફથી બેંકો અને ગોલ્ડ ટ્રેડ સાથે સંકળાયેલ લોકો સાથે મિટિંગ રાખવામાં આવી છે જેમાં જીએમએસને સફળ બનાવવા કેવા ઉપાયો કરવામાં આવે તેના પર ચર્ચા કરવામાં આવશે.રિઝર્વ બેન્ક તરફથી આ સ્કીમ સૌ પહેલા 5 નવેમ્બર 2015માં લાવવામાં આવી હતી પરંતુ તે સમયે લોકો તરફથી બહુ ઠંડો પ્રતિસાદ મળ્યો હતો. જ્વેલર્સનું કહેવું છે કે તેઓ ગ્રાહકોને તેમની પાસે ઘરમાં જે સોનું પડેલું છે તેને આ સ્કીમ હેઠળ જમા કરાવવા માટે ચોક્કસથી મનાવી શકશે. જ્વેલર્સ ગ્રાહકો માટે બૈંકો પાસે એક ડીમેટ એકાઉન્ટ ખોલશે અને તેઓ ગેંરટી માટે તેમાં 1 કિલો ગોલ્ડ જમા કરાવશે. જ્વેલર્સ ગ્રાહકોની સામે તેમના સોનાની શુદ્ધતાની ચકાસણી માટે એક ચોક્કસ ઈન્ફ્રાસ્ટ્રકચર પણ તૈયાર કરશે.

આથી જ અમે આ સ્કીમને વધારે પ્રચલિત કરવા માટે બહુ મામૂલી કમિશનની ઈચ્છા રાખીએ છીએ. ચાલુ નાણાંકીય વષર્ના પ્રથમ છ માસિકના સમયગાળામાં જ ગોલ્ડની આયાત 4ટકાથી વધીને 17.63 અરબ ડોલર વધવાના કારણે સરકાર જીએમએસને લોકપ્રિય બનાવવા પુનઃપ્રયત્ન કરી રહી છે. ગયા વર્ષે આરબીઆઈએ જીએમએસ સ્કીમને પ્રચિલત કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યુ હતુ જેની કોઈ અસર થઈ નહી. આથી જ સરકાર હવે બેંકો અને જવેલર્સનો સહયોગથી આ જીએમએસ સ્કીમને પુનઃલોકપ્રિય બનાવવા પ્રયત્નોમાં લાગી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]