આઇસી15 ઇન્ડેક્સ 428 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટના બેન્ચમાર્ક – આઇસી15 ઇન્ડેક્સના તમામ ઘટકોમાંથી ઈથેરિયમ, બિટકોઇન, લાઇટકોઇન અને રિપલ 1થી 2 ટકાની રેન્જમાં વધ્યા હતા, જ્યારે બિનાન્સ કોઇન, સોલાના અને શિબા ઇનુમાં 1થી 5 ટકાનો ઘટાડો થયો હતો. કોઇનમાર્કેટ કેપ વેબસાઇટ અનુસાર માર્કેટનું કુલ કેપિટલાઇઝેશન 852 અબજ ડોલર થયું હતું.

દરમિયાન, બ્લોકચેઇન એનાલિટિક્સ પ્લેટફોર્મ – નાન્સેને જણાવ્યા અનુસાર ગયા મહિને પોલીગોનની એનએફટી માર્કેટમાં રોજિંદા સ્તરે સર્વોચ્ચ ખરીદદારી થઈ હતી. પોલીગોનની એનએફટી માર્કેટમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. રેડ્ડિટ અને અન્ય કંપનીઓ સાથેના એના જોડાણની આ અસર હોવાનું મનાય છે. નોંધનીય રીતે ઈથેરિયમ અને સોલાનાની એનએફટી સિસ્ટમમાં દર સપ્તાહે યુઝર્સની સંખ્યા ઘટી રહી છે. જેપી મોર્ગન ચેઝના અહેવાલ અનુસાર 13 ટકા અમેરિકનો ક્રીપ્ટોકરન્સી ધરાવે છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.69 ટકા (428 પોઇન્ટ) વધીને 25,741 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 25,313 ખૂલીને 25,810ની ઉપલી અને 25,097 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.