મુંબઈઃ ક્રીપ્ટોકરન્સીમાં સુધારો આગળ વધતાં બિટકોઇન ફરી 41,000 ડોલરની સપાટી વટાવી ગયો હતો. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે (આઇએમએફ) વર્તમાન અને આવતા વર્ષ માટે વૈશ્વિક સ્તરે આર્થિક વિકાસ ઓછો રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હોવા છતાં ક્રીપ્ટોકરન્સીમાં કામકાજ વધ્યું હતું. કેટલાક અર્થશાસ્ત્રીઓ અને રોકાણકારોએ અમેરિકામાં મંદી નહીં આવે એવો આશાવાદ વ્યક્ત કર્યો હોવાથી ઈક્વિટી માર્કેટમાં પણ સુધારો જોવા મળ્યો છે.
બિટકોઇન માટે ટેક્નિકલ સંકેતો સાનુકૂળ રહેવાને લીધે તેનો ભાવ પાછલા ચોવીસ કલાકમાં 2.60 ટકાની આસપાસ વધ્યો છે. ઈથેરિયમ પણ બે ટકાની વૃદ્ધિ સાથે 3,100 ડોલરની ઉપર ગયો છે. ઓલ્ટરનેટિવ કોઇનમાં સોલાના, ટેરા લ્યુના અને પોલકાડોટ 6 ટકા અને તેનાથી વધુ પ્રમાણમાં વધ્યા છે.
દરમિયાન, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.68 ટકા (1,635 પોઇન્ટ) વધીને 62,496 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 60,860 ખૂલીને 62,532 સુધીની ઉપલી અને 60,685 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
60,860 પોઇન્ટ | 62,532 પોઇન્ટ | 60,685 પોઇન્ટ | 62,496 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 20-4-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |