આઇસી15 ઇન્ડેક્સ 11 ટકા ઉછળ્યો

મુંબઈઃ અમેરિકાએ રશિયા સાથે લશ્કરી ઘર્ષણ ટાળવાનો સંકેત આપ્યો તેને પગલે ઈક્વિટી માર્કેટની સાથે સાથે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં પણ તાત્કાલિક સુધારો જોવા મળ્યો હતો. બિટકોઇન ફરી એક વાર 38,000 ડૉલરની સપાટી વટાવી ગયો હતો.

રશિયાએ યુક્રેનમાં સૈન્ય મોકલ્યા બાદ અમેરિકન પ્રમુખ જો બાઇડને કહ્યું હતું કે નાટો સમૂહની હદમાં ક્યાંય કોઈ નુકસાન થવા નહીં દેવાય. આમ છતાં, અમેરિકન સૈન્યને મોકલવામાં નહીં આવે એવું કહ્યું હતું.

રશિયાએ યુક્રેન પર આક્રમણ શરૂ કરતાં જ સમગ્ર વિશ્વમાં ઈક્વિટી માર્કેટનો અને સાથે સાથે ક્રીપ્ટોકરન્સી માર્કેટનો રકાસ થયો હતો અને પ્રથમ પંક્તિની ક્રીપ્ટોકરન્સી – બિટકોઇનનો ભાવ 34,500 સુધી ઘટી ગયો હતો.

દરમિયાન, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 11.04 ટકા (5,480 પોઇન્ટ) વધીને 55,122 પોઇન્ટ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સ 49,642 ખૂલીને 55,702 સુધીની ઉંચી અને 49,474 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
49,642 પોઇન્ટ 55,702 પોઇન્ટ 49,474 પોઇન્ટ 55,122

પોઇન્ટ

ડેટાનો સમયઃ 25-2-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]